Coronavirus: રાજ્યમાં આજે 1347 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, રિકવરી રેટ 92.33 ટકા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Dec 2020 10:14 PM (IST)
કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ 1347 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.
ફાઈલ ફોટો
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યો. જો કે રાહતની વાત એ છે કે, કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે વધુ 1347 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 2,10,214 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યમાં કોરોના રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 92.33 ટકા છે. રાજ્યમાં કોરોના ટેસ્ટીંગની ક્ષમતા પણ વધારવામાં આવી રહી છે. આજે 55,989 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધીમાં 86,69,576 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે કેટલા કેસ નોંધાયા રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 1175 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 11 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4171 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 13298 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,10,214 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 65 દર્દી વેન્ટીલેટર પર છે અને 13233 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,27,683 પર પહોંચી છે.