રાજ્યમાં કોરોનાથી સાજા થવાના દરમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 91.85 ટકા છે. રાજ્યમાં હાલ 14027 એક્ટિવ કેસ છે અને 75 દર્દી વેન્ટીલેટર પર છે અને 13952 લોકો સ્ટેબલ છે.
આજે ક્યા કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1550 દર્દી સાજા થયા હતા, જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 275, સુરત કોર્પોરેશનમાં 207, વડોદરા કોર્પોરેશનમાં 166 , રાજકોટ કોર્પોરેશનમાં 93, મહેસાણામાં 168, રાજકોટ-45, બનાસકાંઠા-24, પાટણ-49, વડોદરા-29, ગાંધીનગર-19, સુરત-55, જામનગર કોર્પોરેશન-25 અને ખેડામાં 32 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા હતા.
રાજ્યમાં કોરોના ટેસ્ટની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 84,32,094 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આજે 60,661 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.