ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમિત નવા દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. સતત ચોથા દિવસે એક હજારથી ઓછા કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 990 કેસ નોંધાયા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 8 લોકોના મૃત્યુ સાથે ગુજરાતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4262 પર પહોંચ્યો છે.

રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,39,195 પર પહોંચી છે.રાજ્યમાં હાલ 10841 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,24,092 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 66 દર્દી વેન્ટીલેટર પર છે અને 10775 લોકો સ્ટેબલ છે.
ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, બનાસકાંઠા, ગાંધીનગર, સુરત, સુરત કોર્પોરેશન અને વડોદરામાં એક-એક દર્દીના કોરોનાથી મૃત્યુ થયા હતા. આ સાથે કુલ 6 લોકોના કોરોનાથી મોત થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

અમદાવાદ કોર્પોરેશનમાં 197 , સુરત કોર્પોરેશનમાં 126 , વડોદરા કોર્પોરેશનમાં 93, રાજકોટ કોર્પોરેશનમાં 87, સુરતમાં- 45, મહેસાણા-36, વડોદરા-32, કચ્છ-31, દાહોદ-28, આણંદ-22, પંચમહાલ-20, રાજકોટમાં 20 અને ભરુચમાં 19 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1181 દર્દી સાજા થયા હતા અને 55,698 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 92,93,521 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 93.69 ટકા છે.