ગુજરાતમાં માસ્ક નહી પહેરવા બદલ 23 લાખ 64 હજાર 420 લોકો પાસેથી 116 કરોડનો દંડ વસુલાયો હતો. કોરોનાની કાર્યવાહી લઈ સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામામાં ખુલાસો થયો છે. કોરોના રિક્વરી રેટ 90 ટકાથી વધુ હોવાનો સરકારે દાવો કર્યો હતો.
જયંતિ રવિએ જણાવ્યું હતુ કે, કોરોના વાયરસને લગતી માહીતી સીમીત છે. એક વર્ષ જૂનો વાયરસ હોવાથી સીમીત માહિતી છે. હાલ તો સાવચેતીમાં જ સલામતીના સૂત્રને અપનાવીને કામ કરવું પડશે. જેમાં નિયમો અંગે લોકજાગૃતિ માટે કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
રાજ્યમાં હાલ 11,397 એક્ટિવ કોવિડ હોસ્પિટલ છે. અત્યાર સુધીમાં 2,37,247 કુલ પોઝિટિવ કેસ નોંધાયા છે અને 64 દર્દીઓ હાલની સ્થિતિ પ્રમાણે વેન્ટિલેટર પર છે. 2,21,602 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધી 4248 લોકોના કોરોનાથી મૃત્યુ થયુ છે. રિકવરી રેટ 90 ટકાથી ઉપર નોંધાયો છે.