ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 247 નવા કેસ નોંધાયા હતા જ્યારે 270 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.69 ટકા પર પહોંચ્યો છે. કોરોના સંક્રમણથી આજે એક મોત થયું છે. અમદાવાદ કોર્પોરેશનમાં કોરોના સંક્રમણથી એક મોત થયું છે. કોરોનાથી અત્યાર સુધી કુલ મૃત્યુઆંક 4401 પર પહોંચ્યો છે.


રાજ્યમાં હાલ 1739 એક્ટિવ કેસ છે, જેમાંથી 26 લોકો વેન્ટિલેટર પર અને 1713 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધ કુલ 2,59,104 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા

રાજ્યમાં આજે વડોદરા કોર્પોરેશનમાં 50, અમદાવાદ કોર્પોરેશમાં 49, સુરત કોર્પોરેશનમાં 31,રાજકોટ કોર્પોરેશન 27, રાજકોટ-12,વડોદરા 10, આણંદ-7, સુરત 7, જુનાગઢ 5, કચ્છ 5 અને નર્મદામાં 5 કેસ નોંધાયા હતા.

અત્યાર સુધી કેટલા લોકોને અપાઈ રસી

ગુજરાતમાં અત્યાર સુધી 7,91,602 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે 6983 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ શરુ કરવામાં આવ્યું હતું.