ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 380 કેસ નોંધાયા હતા અને 2 વ્યક્તિના મોત થયા હતા. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.74 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોનાના ઘટી રહેલા કેસના કારણે મોટાભાગની હોસ્પિટલમાં બેડ ખાલી પડ્યા છે.


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 637 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જેના કારણે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,51,400 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 4086 એક્ટિવ કેસ છે, જેમાંથી 45 લોકો વેન્ટિલેટર પર અને 4041લોકો સ્ટેબલ છે. રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશન અને સુરત કોર્પોરેશનમાં એક-એક વ્યક્તિના મોત થતાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4381 પર પહોંચ્યો છે.

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 88, સુરત કોર્પોરેશનમાં 69, વડોદરા કોર્પોરેશનમાં 65, રાજકોટ કોર્પોરેશનમાં 43, વડોદરામાં 20, સુરતમાં 12,  આણંદમાં 6, ભરૂત-ગાંધીનગર-જુનાગઢ-ખેડા-કચ્છ-રાજકોટમાં 5-5, ભાવનગર કોર્પોરેશન-ગાંધીનગર કોર્પોરેશન-મહેસાણા, સાબરકાંઠામાં 4-4, અમરેલી-દાહોદ-ગીર સોમનાથ-મોરબી-પંચમહાલમાં 3-3 કેસ નોંધાયા હતા.