અમદાવાદ મહાનગર પાલિકા માટે સૌથી વધું 2037, રાજકોટ મહાનગર પાલિકા માટે 681, જામનગર મહાનગર પાલિકા માટે 543, સુરત મહાનગર પાલિકા માટે 1949 અને વડોદરા મહાનગર પાલિકા માટે 789 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.
અમદાવાદઃ કોરોના સંક્રમણને કારણે ત્રણ માસ સુધી મુલતવી રહેલી રાજ્યની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજવાની જાહેરાત ચૂંટણીપંચે ગત સપ્તાહે કરી હતી. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરી અને નગરપાલિકા-જિલ્લા-તાલુકા પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે.
નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોની મતગણતરી તથા પરિણામ 2જી માર્ચે જાહેર થશે. ચૂંટણીની જાહેરાત સાથે જ આચારસંહિતા અમલી બની ગઇ છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, પંચાયતોમાં કુલ 6577 વોર્ડ અને 9094 બેઠકો માટે 4.09 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.
Farmers Protest: જાણો ખેડૂતોના હંગામા સાથે જોડાયેલી 5 મોટી વાતો
Farmers Protest: ગૃહમંત્રી અમિત શાહે બોલાવી ઈમરજન્સી બેઠક, દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થાને લઈ મંથન
લાલ કિલ્લા પર જ્યાં PM ફરકાવે છે ત્રિરંગો, ત્યાં ખેડૂતોએ ફરકાવ્યો પોતાનો ઝંડો, Photos