સુરેન્દ્રનગરઃ લીંબડી રાજકોટ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો છે. બાઇક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બેની હાલત ગંભીર છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. ગંભીર રીતે ઘવાયેલા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસડેવામાં આવ્યા છે.
અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. તેમજ અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સુરેન્દ્રનગર પાસિંગના જીજે-13, એએફ 9545 નંબરના બાઇક અને જીજે-13, એડબલ્યુ 6166 નંબરના ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
રાજકોટ-લીંબડી હાઈવે પર ડમ્પર પાછળ ઘૂસી ગયું બાઇક, એક યુવકનું ઘટનાસ્થળે જ મોત; બેની હાલત ગંભીર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Jan 2021 03:29 PM (IST)
બાઇક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બેની હાલત ગંભીર છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
તસવીરઃ બાઇક અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં એકનું મોત.
- - - - - - - - - Advertisement - - - - - - - - -