રાજ્યમાં હાલ 1767 એક્ટિવ કેસ છે, જેમાંથી 28 લોકો વેન્ટિલેટર પર અને 1739 લોકો સ્ટેબલ છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4400 પર પહોંચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 281 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેની સાથે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,58,551 પર પહોંચી છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 59, વડોદરા કોર્પોરેશનમાં 42, સુરત કોર્પોરેશનમાં 34 , વડોદરા 11, રાજકોટ 9, આણંદ 8, ખેડા 7, ગીર સોમનાથ 6, સાબરકાંઠા 5, અમરેલી 4, દાહોદ 4, દેવભૂમિ દ્વારકા 4, ગાંધીનગર 4, જામનગર કોર્પોરેશનમાં 4, અને પંચમહાલમાં 4 કેસ નોંધાયા હતા.
અત્યાર સુધી કેટલા લોકોને અપાઈ રસી
ગુજરાતમાં અત્યાર સુધી 7,67,611 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે 25,823 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણની શરુ કરવામાં આવી હતી.