પોરબંદર: પોરબંદર ભાજપના વધુ એક સદસ્ય નારાજ થયા છે. ભાજપે વર્ષોથી ચૂંટણી લડતા પરીવારના સભ્યને ટીકીટ નહિ આપતા ભાજપના સીટીંગ સદસ્ય જયશ્રી બેન બાલુભાઈ ગોહેલે બળવો કરી કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે.


પરિવારના મુખ્ય મોભી સ્વ.બાલુભાઈ ગોહેલનું અવસાન બાદ પુત્ર અજય ભાજપમાંથી ચૂંટણી લડી જીત મેળવી હતી. બાદમાં સ્વ બાલુભાઈના પત્ની જયશ્રી બેને પણ ચૂંટણીમાં જીત મેળવી હતી. ઉંમરના કારણે જયશ્રી બેનને આ વખતે ટીકીટ નહિ મળતા જયશ્રીબેન બાલુભાઈ ગોહેલ આજે કોંગ્રેસમાં જોડાયા અને ઉમેદવારી નોંધાવી છે.



રાજ્યની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા,31 જિલ્લા પંચાયતો અને231 તાલુકા પંચાયતોની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજવાની જાહેરાત ચૂંટણીપંચે 23 જાન્યુઆરીના રોજ કરી હતી. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર,રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરી અને નગરપાલિકા-જિલ્લા-તાલુકા પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જદિવસે પરિણામો જાહેર થશે.