રાજ્યમાં ધીરે ધીરે તાપમાનનો પારો ઉપર ચઢતા ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહથી ગરમી વધી રહી છે, જો કે આવનાર 2થી 3 દિવસ હવામાન વિભાગે વાતાવરણ પલટાના સંકેત આપ્યાં છે. 18 ફેબ્રુઆરી અને 19 ફેબ્રુઆરી દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ 18થી 21 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં વાદળછાયા વાતાવરણની આગાહી કરી છે. આ સમય દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડા પવન ફૂકાય શકે છે. આ સમય દરમિયાન અરબી સમુદ્રમાંથી વાતા ભેજવાળા પવનના કારણે 18 અને 19 ફેબ્રૂઆરી દક્ષિણ ગુજરાતમા હળવા વરસાદની આગાહી કરી છે.
આગામી દિવસોમાં એટલે કે 18થી 21 ફેબ્રુઆરી સુધીમાં કોંકણ અને વિદર્ભમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા તાપી અને ડાંગમાં હળવાથી સમાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે અરબી સમુદ્ર તરફ ભેજવાળા પવન ફૂંકાતા વિશેષ કરીને દક્ષિણ ગુજરાતના તાપીમાં 19 ફેબ્રુઆરીના હળવો વરસાદ વરસી શકે છે. રાજ્યમાં આ સિવાયના મોટાભાગના હિસ્સામાં સૂકુ વાતાવરણ રહેશે. આગામી બે દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહીંવત છે. વરસાદની આગાહીના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
ગુજરાતમાં માવઠાની હવામાન વિભાગે કરી આગાહી, જાણો રાજ્યના કયા વિસ્તારમાં પડશે વરસાદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Feb 2021 04:37 PM (IST)
રાજ્યમાં ધીરે ધીરે તાપમાનનો પારો ઉપર જતાં ઠંડીનું પ્રમાણ ઘટી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહથી ગરમી વધી રહી છે, જો કે આવનાર 2થી 3 દિવસ હવામાન વિભાગે વાતાવરણ પલટાના સંકેત આપ્યાં છે. 18 ફેબ્રુઆરી અને 19 ફેબ્રુઆરી દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -