ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 335 નવા કેસ નોંધાયા હતા અને 1 વ્યક્તિનું મૃત્યુ થયું હતું. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.94 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કુલ સંક્રમિત કેસની સંખ્યા 2,60,901 પર પહોંચી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 463 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેની સાથે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,52,927 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 3589 એક્ટિવ કેસ છે, જેમાંથી 42 લોકો વેન્ટિલેટર પર અને 3547 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં એક વ્યક્તિના મોત થતાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4385 પર પહોંચ્યો છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 74, વડોદરા કોર્પોરેશનમાં 74, સુરત કોર્પોરેશનમાં 41, રાજકોટ કોર્પોરેશનમાં 35, વડોદરામાં 15, કચ્છ-9, સુરત-8, આણંદ-6, જુનાગઢ-6, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જુનાગઢ કોર્પોરેશનમાં 5-5 કેસ, ગીર સોમનાથ,ખેડા,મોરબી, રાજકોટમાં 4-4, અમદાવાદમાં 3 કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં અત્યાર સુધી 2,12,737 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણની શરુ કરવામાં આવી હતી.