સોમવારે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ .આર પાટીલ સાથે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષની બેઠક થઈ હતી. સ્કૂલોના વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે રજૂઆતો કરવામા આવી હતી. આ બેઠક બાદ મંગળવારે શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકોને કાયમી રક્ષણ આપવાનો નિર્ણય કરવામા આવ્યો છે.
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ જાહેરાત કરતા જણાવ્યું કે, આ નિર્ણયના પરિણામે હાલની ખાલી જગ્યાઓ કે ખાલી પડનારી જગ્યાઓ પર નવેસરથી નિમણૂંકો કરવાને બદલે ફાજલ શિક્ષકોની નિમણૂંક કરવામા આવશે. આ નિર્ણયના કારણે ખાલી જગ્યા ભરવાની લાંબી ભરતી પ્રક્રિયામાંથી બચી શકાશે તથા અનુભવી શિક્ષકોને કામ આપી શકાશે. શાળાઓને ઝડપથી અનુભવી શિક્ષકો મળશે તેથી વિદ્યાર્થીઓને શિક્ષણને ફાયદો થશે.
આ નિર્ણયથી રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના અંદાજે 70 હજાર શિક્ષક-કર્મચારીઓને આ લાભ મળશે. આ અગાઉ 2016 સુધી નિમણૂક મેળવનારા શિક્ષકો અને કર્મચારીઓને રા4જ્ય સરકારે રક્ષણ આપ્યુ હતુ. 2016 પછી ગ્રાન્ટેડ સ્કૂલોમાં નિમણૂંક પામેલા શિક્ષકોને ફાજલનું રક્ષણ ન હોવાને કારણે નોકરી ગુમાવવાનો વારો આવતો હતો. હવે ગ્રાન્ટેડ સ્કૂલોના તમામ શિક્ષકો-કર્મચારીઓને ફાજલ તરીકેનું કામય રક્ષણ મળશે. સ્કૂલો બંધ થવાના કે વર્ગ ઘટવાના કિસ્સામા ફાજલ થતા શિક્ષકોને ખાલી જગ્યાઓ પર સીધી નિમણૂંક આપી શકાશે.
ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળે ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકોને કાયમી રક્ષણની માંગ કરી હતી. દરમિયાન સોમવારે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ .આર પાટીલ સાથે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષની બેઠક થઈ હતી. સ્કૂલોના વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે રજૂઆતો કરવામા આવી હતી. આ બેઠક બાદ મંગળવારે શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકોને કાયમી રક્ષણ આપવાનો નિર્ણય કરવામા આવ્યો છે.
રાજ્ય ગ્રાન્ટેડ સ્કૂલોમાં આચાર્ય-શિક્ષકોની ભરતી રાજ્ય સરકારે પોતાને હસ્તક લીધા બાદ 2011 પછી કેન્દ્રિય ધોરણે ભરતી પ્રક્રિયા કરવામા આવે છે. શિક્ષકોને સરકાર પોતાના નિયમો હેઠળ નિમણૂંકો આપે છે.