ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 655 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 4 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4325 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 8830 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,35,426 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 59 દર્દી વેન્ટીલેટર પર છે અને 8771 લોકો સ્ટેબલ છે.


ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, અમરેલીમાં 1 અને સુરત કોર્પોરેશનમાં 1 મળી કુલ 4 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

અમદાવાદ કોર્પોરેશનમાં 137, સુરત કોર્પોરેશનમાં 106 વડોદરા કોર્પોરેશનમાં 96, રાજકોટ કોર્પોરેશનમાં 57, વડોદરા 28, સુરત 18, ખેડા 16, રાજકોટ 16, ગાંધીનગર કોર્પોરેશનન 14, કચ્છ 14, સુરેન્દ્રનગર 12, દાહોદ 11, મહેસાણા 11, ગાંધીનગર 10 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 868 દર્દી સાજા થયા હતા અને 48,039 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 99,06,698 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.71 ટકા છે.