ઉલ્લેખનીય છે કે, વાહન વ્યવહાર વિભાગ દ્વારા ગત વર્ષે આ તમામ દસ્તાવેજોની મુદ્દત 30 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ હતી. ત્યારબાદ તેમાં વધુ ત્રણ મહિનાનાનો ઉમેરો કરાયો હતો. નવા વર્ષની સાથે તમામ દસ્તાવેજોની મુદત 31મી ડિસેમ્બર 2020એ પૂર્ણ થઇ ગઇ હતી, પરંતુ સરકારના નવા આદેશ મુજબ જેમની મુદ્દત પૂર્ણ થઈ ગઈ હશે તો પણ તેની વેલિડિટી 31 માર્ચ, 2021 સુધી માન્ય ગણાશે.
ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી બુકની મુદતમાં વધારો કરતા ફરી એકવાર નાગરિકોને એક મોટી રાહત આપી છે. હાલ કોરોના સંક્રમણના કારણે મોટા ભાગે ઓફિસો બંધ છે અથવા તો લોકો બહાર જવાનું ટાળી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે ફરી રિન્યૂ કરવા માટે 31 માર્ચ સુધી વેલિડિટી આપી છે. જેમની પણ મુદત પુર્ણ થઈ ગઈ છે તેવા તમામ દસ્તાવેજોની પણ 31 માર્ચ સુધી એન્ફોર્સમેન્ટ માટે માન્ય રાખવામાં આવશે.