ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થયો છે. બે મહિના બાદ એક હજારથી ઓછા કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 960 કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણના કારણે વધુ 7 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4241 પર પહોંચ્યો છે.


રાજ્યમાં હાલ 11625 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,20,393 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 66 દર્દી વેન્ટીલેટર પર છે અને 11559 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,36,259 પર પહોંચી છે.

ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 3 મોત સાથે કુલ 7 લોકોના કોરોનાથી મોત થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

અમદાવાદ કોર્પોરેશનમાં 204, સુરત કોર્પોરેશનમાં 124, વડોદરા કોર્પોરેશનમાં 102, રાજકોટ કોર્પોરેશનમાં 96, વડોદરા 33, કચ્છ 31, બનાસકાંઠા 26, રાજકોટ 26, સુરત 26, પંચમહાલ 24, ગાંધીનગર 22, મહેસાણા 21, ગાંધીનગર કોર્પોરેશન 18, દાહોદ 17 અને ખેડા 16કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1268 દર્દી સાજા થયા હતા અને 54,612 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 91,08,393 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 93.28 ટકા છે.