જળમાર્ગ મંત્રાલયએ હઝીરા, ઓખા, સોમનાથ, દિવ, પિપાવાવ, દહેજ, મુંબઈ/જેએનપીટી, જામનગર, કોચી, ઘોઘા, ગોવા, મુન્દ્રા અને માંડવી જેવા સ્થળની બંદરોની પસંદગી કરી છે તથા ચટ્ટોગ્રામ (બાંગ્લાદેશ), સેશીલ્સ (પૂર્વ આફ્રિકા), મડાગાસ્કર (પૂર્વ આફ્રિકા) અને જાફના (શ્રીલંકા) એમ 4 આંતરરાષ્ટ્રીય સ્થળોને જોડવા ભારતીય મુખ્ય દરિયાઈ શહેરોમાંથી 6 આંતરરાષ્ટ્રીય રુટની પસંદગી કરી છે, જેનો આશય દરિયાકિનારે સ્થિત ભારતના મુખ્ય શહેરોમાંથી આંતરિક જળમાર્ગ દ્વારા ફેરી સેવાઓની શરૂઆત કરવાનો છે.
જળમાર્ગ મંત્રાલયએ તાજેતરમાં હઝીરા-ઘોઘા વચ્ચે રોપેકસ જહાજ ફેરી સર્વિસ શરૂ કરીને આ પ્રકારની ફેરી રુટ પૈકીના એક રુટનો સફળતાપૂર્વક અમલ કર્યો છે. આ ફેરી સેવાથી ઘોઘા અને હઝીરા વચ્ચેનું 370 કિલોમીટરનું અંતર ઘટીને 90 કિલોમીટર થયું છે તેમજ પ્રવાસનો સમય 10-12 કલાકથી ઘટીને અંદાજે 5 કલાક થયો છે.