Gujarat Corona Cases update: રાજ્યમાં કોરોના સંક્રમણમાં ઘટાડો, આજે નવા 988 કેસ નોંધાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Dec 2020 08:27 PM (IST)
રાજ્યમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થયો છે. બીજા દિવસે એક હજારથી ઓછા કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 988 કેસ નોંધાયા છે.
પ્રતિકાત્મક તસવીર
ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થયો છે. બીજા દિવસે એક હજારથી ઓછા કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 988 કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણના કારણે વધુ 7 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4248 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 11397 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,21,602 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 64 દર્દી વેન્ટીલેટર પર છે અને 11333 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,37,247 પર પહોંચી છે. ક્યાં કેટલા થયા મોત રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 5, બોટાદ 1 અને સુરત કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 7 લોકોના કોરોનાથી મોત થયા હતા. ક્યાં કેટલા નોંધાયા કેસ અમદાવાદ કોર્પોરેશનમાં 201, સુરત કોર્પોરેશનમાં 128, વડોદરા કોર્પોરેશનમાં 104, રાજકોટ કોર્પોરેશનમાં 102, મહેસાણા 35, વડોદરા 33, ખેડા 32, સુરત 32, રાજકોટ 31, પંચમહાલ 24, દાહોદ 23, ગાંધીનગર 18, જામનગર કોર્પોરેશન 17 અને ગાંધીનગર કોર્પોરેશનમાં 15 કેસ નોંધાયા હતા. આજે કેટલા દર્દી થયા સાજા રાજ્યમાં આજે કુલ 1209 દર્દી સાજા થયા હતા અને 54,587 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 91,62,980 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 93.41 ટકા છે.