અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યમાં નવા કેસમાં સતત ઘટાડો છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 28 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 50 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.73 ટકા થયો છે. 

અહીં ન નોંધાયો એક પણ કેસ

વડોદરા શહેરમાં 8, અમદાવાદ શહેરમાં 4, સુરત શહેરમાં 4, આણંદમાં 2, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, સુરત, વડોદરા, વલસાડમાં 1-1 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ, અમરેલી,  અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર  અને તાપીમાં એક પણ કેસ નોંધાયો નથી.

હાલ કેટલા દર્દી છે વેન્ટિલેટર પર

રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10 હજાર 76 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 14 હજાર 109 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 389 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 304 દર્દીની હાલત સ્થિર છે.

કયા શહેરમાં કેટલા દર્દીએ આપી કોરોનાને મ્હાત

વડોદરા શહેરમાં 5, અમદાવાદ શહેરમાં 21, સુરત શહેરમાં 6, જામનગર શહેરમાં 9, સુરત ગ્રામ્યમાં 2, નવસારી, વલસાડ, વડોદરા,  અરવલ્લી, સુરેન્દ્રનગરમાં 1-1 દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી.

ગુજરાતમાં કઈ તારીખે કેટલા કેસ નોંધાયા
તારીખ કેસ
1 જુલાઈ 84
2 જુલાઈ 80
3 જુલાઈ 76
4 જુલાઈ 70
5 જુલાઈ 62
6 જુલાઈ 69
7 જુલાઈ 65
8 જુલાઈ 62
9 જુલાઈ 56
10 જુલાઈ 53
11 જુલાઈ 42
12 જુલાઈ 32
13 જુલાઈ 31
14 જુલાઈ 41
15 જુલાઈ 38
16 જુલાઈ 39
17 જુલાઈ 37
18 જુલાઈ 33
19 જુલાઈ 24
20 જુલાઈ 29
21 જુલાઈ 28

મંગળવારે દેશમાં 125 દિવસ બાદ કોરોના વાયરસના સૌથી ઓછા 30,093 નવા કેસ નોંધાયા હતા. પંરતુ બુધવારે ફરીથી એક વખત 40 હજારથી વધારે કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં નવા 42,015 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 3998 લોકોના મોત થયા છે. જ્યારે વિતેલા 24 કલાકમાં 36977 લોકો કોરોનાથી ઠીક થાય છે એટલે કે એક્ટિવ કેસ 1040 વધ્યા છે.