અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસે ફરી માથું ઉચક્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 1420 પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 7 લોકોના મોત સાથે મૃત્યુઆંક વધીને 3837 પર પહોંચ્યો છે. જ્યારે કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 1,94,402 પર પહોંચ્યો છે.


ક્યાં કેટલા કેસ નોંધાયા ?

આજે નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ શહેરમાં 305, સુરત શહેરમાં 205 , વડોદરા શહેરમાં 116, રાજકોટ શહેરમાં 83, બનાસકાંઠા-54, રાજકોટ-54, ગાંધીનગર કોર્પોરેશન - 52, મહેસાણા -52 , પાટણ-49 અને સુરતમાં 41 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 1040 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. આ સાથે અત્યાર સુધી કુલ 1,77,515 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજયમાં હાલ 13050 એક્ટિવ કેસ છે. આ એક્ટિવ કેસમાંથી 12958 દર્દીઓની હાલત સ્થિર છે તો 92 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

ક્યાં કેટલા મોત થયા ?

આજે કોરોના વાયરસથી કુલ 7 લોકોના મોત થયા હતા. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, પાટણ અને રાજકોટ કોર્પોરેશનમાં એક-એક દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું હતું.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 67,901 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 71,01,057 ટેસ્ટ કરવામાં આવ્યા છે.