ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. રાજ્યમાં આજે કોરોના વાયરસના 969 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 6 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3714 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 13,190 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી 1,55,105 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 62 દર્દી વેન્ટીલેટર પર છે અને 13,128 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,72,009 પર પહોંચી છે.


ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, પાટણ 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 મળી કુલ 6 લોકોના મોત થયા છે.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 165, અમદાવાદ કોર્પોરેશનમાં 162, વડોદરા કોર્પોરેશનમાં 77, રાજકોટ કોર્પોરેશનમાં 51, સુરત 53, રાજકોટ 23, વડોદરામાં 37, મહેસાણામાં 26, બનાસકાંઠામાં 26, નર્મદા 24, ભરુચ 24, પાટણ 22, સાબરકાંઠા 20, સુરેન્દ્રનગર 21, અમદાવાદ 19, અમરેલી 17, જામનગર કોર્પોરેશન 17, ગાંધીનગર કોર્પોરેશન 17, મોરબી-17, ગાંધીનગર 16, પંચમહાલ-13, જામનગર-12, જુનાગઢમાં 12 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1027 દર્દી સાજા થયા હતા અને 51,657 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 60,02,273 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.17 ટકા છે.