ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. ગુજરાતમાં આજે કોરોનાના 1152 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 18 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2715 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,282  એક્ટિવ કેસ છે, જ્યારે 57,393 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 75 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,207 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 43,390 પર પહોંચી છે.


ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે રાજકોટ કોર્પોરેશનમાં 5, અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 3, સુરત 2, વડોદરા કોર્પોરેશન 2, રાજકોટ 1, તાપી 1 મળી કુલ 18  લોકોના મોત થયા છે.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 195, અમદાવાદ કોર્પોરેશનમાં 147, વડોદરા કોર્પોરેશનમાં 93,  સુરતમાં 77, રાજકોટ કોર્પોરેશનમાં 59, રાજકોટમાં 36, અમરેલીમાં 35, ભાવનગર કોર્પોરેશનમાં 35, જામનગર કોર્પોરેશનમાં 34, પંચમાહલમાં 34, મહેસાણામાં 32 નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 977 દર્દી સાજા થયા હતા અને 50,124 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે ગુજરાતમાં અત્યાર સુધી કરવામાં આવેલા સૌથી વધુ ટેસ્ટ છે, આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 11,09,005  ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 4,94,121 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,92,551 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 1611 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.