તાપી: ભાજપના પૂર્વ આદિજાતિ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામિતની પૌત્રીની સગાઈનો વીડિયો બે દિવસ પહેલા વાયરલ થયો હતો. જેમાં કીડયારું ઉભરાઇ એ રીતે લોકો ઉમટી પડ્યા હતા અને ડીજેના તાલે ઝૂમી રહ્યા હતા. વીડિયો વાયરલ થયા બાદ હાઇકોર્ટ લીધેલી ગંભીર નોંધ પછી પોલીસે કાર્યવાહી કરી હતી. જે સંદર્ભે આજે સાંજદે પૂર્વ મંત્રી કાંતિ ગામિતની ધરપકડ કરવામાં આવી હતી. આજે સોનગઢ કોર્ટ દ્વારા કાંતિ ગામિત સહિત ચાર લોકોના બે દિવસના રિમાંડ મંજૂર કર્યા હતા.


સોનગઢ કોર્ટે કાંતિ ગામિત, તેના પુત્ર જીતુ ગામિત, પીઆઈ સી કે ચૌધરી અને અન્ય એક પોલીસ કર્મીના 2 દિવસના રિમાંડ મંજૂર કર્યા હતા. પોલીસ દ્વારા 10 દિવસના રિમાંડ માંગવામાં આવ્યા હતા. ગઈકાલે સમગ્ર કેસની તપાસ સુરત જિલ્લા ડીવાયએસપી ઉષા રાડાને સોંપવામાં આવી છે અને સાત દિવસમાં રિપોર્ટ કરવા આદેશ કરાયો છે.



હાલ ગુજરાતમાં અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે સરકારે લગ્નપ્રસંગમાં 100 લોકોને છૂટ આપી છે. તેમજ ફક્ત લગ્નની જ છૂટ છે, એ સિવાયના કાર્યક્રમોને મંજૂરી નથી. આમ છતાં ભાજપના નેતાએ ખાલી સગાઈમાં જ દોઢથી બે હજાર લોકોને નોતર્યા હોવાનું કબૂલ્યું હતું. જોકે, તેમની ધારણા કરતાં વધારે ભીડ ઉમટી પડી હતી.

સગાઈ પ્રસંગે રાખવામાં આવેલા રાસ-ગરબાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેમજ સામાજિક અંતરના ધજાગરા ઉડાવ્યા હતા. સમગ્ર ઘટનાના પડઘા ગાંધીનગરમાં પડ્યા હતા. મંગળવારે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા હતા.

47 વર્ષ પહેલા આ કપલે કર્યા હતા લગ્ન, કોરોનાના કારણે એક જ દિવસે એકસાથે લીધી વિદાય

 ડોમેસ્ટિક ફ્લાઇટ હવે કેટલા ટકા પેસેન્જર ક્ષમતા સાથે ભરી શકશે ઉડાન ? જાણો વિગત

આવતીકાલથી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે T-20 શ્રેણી, જાણો કેટલા વાગે  કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ