અમદાવાદ: ગુજરાતમાં કોરોનાનો કહેર થમી નથી રહ્યો. છેલ્લા 24 કલાકમાં 191 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 15 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિત કેસનો આંક 2815 પર પહોંચ્યો છે અને 127 લોકોનાં મોત થયા છે.
રાજ્યમાં જે નવા 191 કેસ નોંધાયા છે તેમાંથી એકલા અમદાવાદમાં જ 169 કેસ છે, જ્યારે સુરત-6, વડોદરા-5, આણંદ-3, પંચમહાલમા 3, ગાંધીનગર, બોટાદ અને વલસાડમાં એક એક કેસ નોંધાયા છે.
કોરોનાથી વધુ 15 લોકોનાં મોત થયા છે, તેમાં માત્ર અમદાવાદમાં 14 લોકોનાં મોત થયા છે. અમદાવાદમાં 7 પુરુષ અને 7 સ્ત્રીનું મોત થયું છે, જ્યારે એક સ્ત્રીનું સુરતમાં મોત થયું છે.
રાજ્યમાં વધુ 7 લોકો સાજા થયા છે. જેમાં આણંદમાં 4, સુરત-2 અને દાહોદમાં 1 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આ સાથે કુલ 265 દર્દીને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
અત્યાર સુધીમાં જે 2815 કેસ નોંધાયા છે, જેમાંથી 29 વેન્ટિલેટર પર છે જ્યારે 2394 સ્ટેબલ છે. કુલ મૃત્યુઆંક 127એ પહોંચ્યો છે.
જિલ્લા પ્રમાણે કોરોના પોઝિટિવ કેસોની વિગત:
અમદાવાદ-1821, વડોદરા-23 , સુરત-462 , રાજકોટ-41, ભાવનગર-35, આણંદ-36, ભરૂચ-29, ગાંધીનગર-19, પાટણ-15, પંચમહાલ-15, બનાસકાંઠા-16, નર્મદા-12, છોટાઉદેપુર-11, કચ્છ-6, મહેસાણા-7, બોટાદ- 12, પોરબંદર 3, દાહોદ-4, ગીરસોમનાથ-3, ખેડા-5, જામનગર-1, મોરબી-1, સાંબરકાંઠા-3, અરવલ્લી-18, મહીસાગર-9, તાપી-1, વલસાડ-5, નવસારી-1, ડાંગ - 1, સુરેન્દ્રનગર 1