ગાંધીનગરઃ રાજ્યમાં આજે કોરોના વાયરસના 1410 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 16 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3289 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16108 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધીમાં 101101 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 98 દર્દી વેન્ટીલેટર પર છે અને 16010 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 120498 પર પહોંચી ગઈ છે.

ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 3, સુરત-3, વડોદરા કોર્પોરેશન-2, ગાંધીનગર-1, ગાંધીનગર કોર્પોરેશન-1, રાજકોટ-1, સુરત કોર્પોરેશન-1, વડોદરામાં 1ના મૃત્યું સાથે કુલ 16 લોકોના મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં - 176, સુરતમાં 110, અમદાવાદ કોર્પોરેશનમાં 152, જામનગર કોર્પોરેશન - 104, રાજકોટ કોર્પોરેશન - 98, વડોદરા કોર્પોરેશન- 94, બનાસકાંઠામાં 48, મહેસાણામાં 47, જૂનાગઢમાં 37, ભાવનગરમાં 36, કચ્છમાં 34, મોરબીમાં 30, પંચમહાલમાં 28, પાટણમાં 27, અમરેલી, ભરુચમાં 26-26, દહોદ, સાબરકાંઠામાં 16-16, ગીર સોમનાથમાં 14, સુરેન્દ્રનગરમાં 13, ખેડામાં 12, મહીસાગર, આણંદમાં 11-11, બોટાદમાં 10, નર્મદામાં 9, દેવભૂમિ દ્વારકામાં 8, અરવલ્લી- 7, પોરબંદરમાં 7, છોટા ઉદેપુરમાં 6, નવસારી- 5, તાપીમાં 5, વલસાડમાં 4 અને ડાંગમાં 2 સહિત કુલ 1410 નવા કેસ નોંધાયા છે.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1239 દર્દીઓ સાજા થયા હતા અને 69, 077 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 36, 78,350 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 83.90 ટકા છે.