કયા જિલ્લાઓમાં નોંધાયા સૌથી ઓછા કેસ ?
આજે વલસાડમાં માત્ર 1 કેસ નોંધાયો હતો, તેની સામે 3 લોકો ડિસ્ચાર્જ થયા હતા. તેના બાદ ભાવનગરમાં 2 નવા કેસ તેની સામે 5 દર્દીઓ સ્વસ્થ થયા, નવસારીમાં ત્રણ કેસ, તેની સામે 3 ડિસ્ચાર્જ થયા, પોરબંદરમાં 4, છોટાઉદેપુરમાં 4, દેવભૂમિ દ્વારકા, મહિસાગર અને તાપીમાં પાંચ-પાંચ નવા કેસ નોંધાયા હતા. તાપીમાં આજે 6 દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી.
રાજ્યમાં રિકવરી રેટમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને બિમારીમાંથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે વધુ 931 દર્દીઓને સ્વસ્થ યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધી 1,63,777 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 91.15 છે.
રાજ્યમાં હાલ 12,146 એક્ટિવ કેસ છે, 71 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,075 લોકો સ્ટેબલ છે. 51,761 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 64,16,963 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.15 ટકા છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 1, વડોદરામાં 1, બનાસકાંઠામાં 1 મળી કુલ 5 લોકોનાં કરૂણ મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 161, સુરત કોર્પોરેશનમાં 157, વડોદરા કોર્પોરેશનમાં 82, રાજકોટ કોર્પોરેશનમાં 75, મહેસાણામાં 57, રાજકોટ-વડોદરામાં 38-38, પાટણમાં 36, સુરતમાં 35, બનાસકાંઠા-નર્મદામાં 24-24, ગાંધીનગર કોર્પોરેશનમાં 22, અમદાવાદમાં 21, ભરૂચમાં 20, જામનગર કોર્પોરેશનમાં 20, કચ્છમાં 20, સુરેન્દ્રનગરમાં 20, ગાંધીનગરમાં 17, સાબરકાંઠામાં 16, દાહોરમાં 15, મોરબીમાં 15, અમરેલીમાં 14, જુનાગઢમાં 12, ખેડામાં 12, પંચમહાલામાં 11 કેસ નોંધાયા હતા.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 4,99,163 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,99,163 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 83 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.