ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના સંક્રમણ રોકેટ ગતિથી વધી રહ્યું છે. જેમાં અમદાવાદ, સુરતની હાલત સૌથી વધારે ખરાબ છે. રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં નાઇટ કર્ફ્યૂ નાંખી દેવામાં આવ્યો છે. કોરોના પર કાબુ મેળવવા મોલ, સિનેમા પણ શનિ-રવિ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.


નીતિન પટેલે શું કરી જાહેરાત


આ દરમિયાન રાજ્યમાં વકરી રહેલા કોરોના પર કાબુ મેળવવા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટી જાહેરાત કરી છે. તેમણે વિધાનસભા ગૃહમાં જાહેરાત કરતાં જણાવ્યું કે, હવે રાજ્યમાં રવિવારનાં દિવસે પણ  રસીકરણની કામગીરી ચાલુ રહેશે. આ પહેલા રવિવારના રોજ રજાના કારણે વેક્સિનેશન નહોતું થઈ શકતું.


ગુજરાતમાં કેટલા લોકોએ લીધી રસી


ગુજરાતમાં શુક્રવારે 4,45,406 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 26,41,905 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 5,84,482 લોકોને બીજ ડોઝનું રસીકરણ કરવામાં આવી ચુક્યું છે. આમ કુલ 32,26,387 લોકોને રસીકરણના ડોઝ આફવામાં આવ્યા છે. ગઈકાલે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમીરી ધરાવતા 2,21,814 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર થઈ નથી.


રાજ્યમાં કોરોનાની શું છે સ્થિતિ


શુક્રવારે રાજ્યમાં 1415 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ચાર  લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા હતા અને 948 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,73,280 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.27  ટકા પર પહોંચ્યો છે. હાલ 6147  એક્ટિવ કેસ છે, જેમાંથી 67   લોકો વેન્ટિલેટર પર અને 6080 લોકો સ્ટેબલ છે.


 Coronavirus New Strain:  કોરોનાના નવા સ્ટ્રેઈનથી તાવ-ખાંસી-માથાના દુખાવાની નહીં પણ આ તકલીફની કરી દર્દીઓએ ફરિયાદ, જાણો ચોંકાવનારી વિગત


Ahmedabad Lockdown Update: અમદાવાદમાં લોકડાઉન લાદવામાં આવશે? AMCએ શું કરી સ્પષ્ટતા