ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં 1302 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 9 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3499 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે કુલ 1246 દર્દી સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 1,22,365 દર્દીઓ સ્વસ્થ થયા છે.
રાજ્યમાં હાલ 16,836 એક્ટિવ કેસ છે, જ્યારે 1,22,365 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 87 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,749 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,42,700 પર પહોંચી છે. રાજ્યમાં કોરોના ટેસ્ટના પ્રમાણમાં ઘટાડો થઈ રહ્યો હોવાથી કેસની સંખ્યા પણ ઘટી રહી છે.
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરતમાં 3, રાજકોટમાં 1, સુરત કોર્પોરેશનમાં 1, વડોદરામાં 1 મળી કુલ 9 લોકોના મોત થયા હતા.
રાજ્યમાં આજે કુલ 1246 દર્દી સાજા થયા હતા અને 56,700 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 46,45,263 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 85.75 ટકા છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ