અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક રહી હતી. જોકે, છેલ્લા કેટલાક દિવસથી દૈનિક કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ હોસ્પિટલમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ ડિસ્ચાર્જ થઈ રહ્યા છે, જેને કારણે એક્ટિવ કેસોમાં મોટો ઘટાડો થયો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 9,305 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 3,187 દર્દીઓ સંક્રમિત થયા છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 45 દર્દીઓના મોત નીપજ્યા હતા.
અમદાવાદ શહેરની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 2527 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 459 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. સુરત ગ્રામ્યમાં 212 દર્દીઓ કોરોનાથી સાજા થયા તો 86 લોકોને ચેપ લાગ્યો હતો. સુરત શહેરમાં 421 દર્દીઓ કોરોનાથી સાજા થયો તો 181 લોકો થયા સંક્રમિત.
રાજકોટ શહેરમાં 237 દર્દીઓ કોરોનાથી સાજા થયા તો 152 લોકો થયા સંક્રમિત થયા હતા. વડોદરા શહેરમાં 579 દર્દીઓ કોરોનાથી સાજા થયા તો 337 લોકો સંક્રમિત થયા હતા. જામનગર ગ્રામ્યમાં 204 દર્દીઓ કોરોનાથી સાજા થયો તો 52 લોકો થયા સંક્રમિત થયા હતા. જામનગર ગ્રામ્યમાં 204 દર્દીઓ કોરોનાથી સાજા થયા તો 52 લોકો સંક્રમિત થયા હતા.
ગુજરાતમાં કોરોના કુલ 7,91,657 કેસ છે. જ્યારે અત્યાર સુધીમાં 7,13,065 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ અત્યારે 68,971 એક્ટિવ કેસો છે. તેમજ કુલ 9,621 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે.
દેશમાં કોરોના સંક્રમણ હવે ધીમે ધીમે કાબૂમાં આવી રહ્યું છે. દેશમાં સતત આઠમા દિવસે ત્રણ લાખથી ઓછા કેસ નોંધાયા છે. જોકે મૃત્યુઆંકમાં ખાસ ઘટાડો થયો નથી.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 222,315 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4454 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,02,544 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- બે કરોડ 67 લાખ 52 હજાર 447
કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 37 લાખ 28 હજાર
કુલ એક્ટિવ કેસ - 27 લાખ 20 હજાર 716
કુલ મોત - 3 લાખ 3 હજાર 720
દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.13 ટકા છે જ્યારે રિકવરી રેટ 88 ટકાથી વધારે છે. એક્ટિવ કેસ ઘટીને 11 ટકાથી ઓછા છે. કોરોના એક્ટિવ કેસ મામલે વિશ્વમાં બીજા સ્થાન પર છે. કુલ સંક્રમિતોની સંખઅયાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.
મે મહિનામાં કેસ
| તારીખ | કેસ | મોત |
| 24 મે | 222315 | 4454 |
| 23 મે | 240842 | 3741 |
| 22 મે | 2,57,299 | 4194 |
| 21 મે | 2,59,551 | 4209 |
| 20 મે | 2,76,077 | 3874 |
| 19 મે | 2,67,334 | 4529 |
| 18 મે | 2,63,553 | 4329 |
| 17 મે | 2,81,386 | 4106 |
| 16 મે | 3,11,170 | 4077 |
| 15 મે | 3,26,098 | 3890 |
| 14 મે | 3,43,144 | 4000 |
| 13 મે | 3,62,727 | 4120 |
| 12 મે | 3,48,421 | 4205 |
| 11 મે | 3,29,942 | 3876 |
| 10 મે | 3,66,161 | 3754 |
| 9 મે | 4,03,738 | 4092 |
| 8 મે | 4,07,078 | 4187 |
| 7 મે | 4,14,188 | 3915 |
| 6 મે | 4,12,262 | 3980 |
| 5 મે | 3,82,315 | 3780 |
| 4 મે | 3,57,299 | 3449 |
| 3 મે | 3,68,147 | 3417 |
| 2 મે | 3,92,498 | 3689 |
| 1 મે | 4,01,993 | 3523 |
કોરોનાથી થનાર મોતમાં મહારાષ્ટ્ર, કર્માટક, તમિલનાડુનો 73 ટકા હિસ્સો
મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુ દેશના એ 10 રાજ્યોમાં સામેલ છે, જ્યાં કોરોનાથી થનાર મોતમાં 73.88 ટકાનો હિસ્સો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે મોત બાદ કર્ણાટક, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ, દિલ્હી, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ આંધ્ર પ્રદેશમાં છે. દરરોજનો પોઝિટિવીટી રેટ ઘટીને 11 ટકા થઈ ગયો છે.
એપ્રિલમાં 45 હજારથી વધુનાં મોત
સ્વાસ્થ્ય મંત્રાલયે 1 એપ્રિલે જણાવ્યું હતું કે, દેશમં કુલ એક લાખ 62 હજાર 927 લોકોના કોરોના સંક્રમણના કારણે મૃત્યુ થઇ ગયા છે. આજે 30 એપ્રિલે આ આંકડો વધીને 2 લાખ 8 હજાર 330 થઇ ગયો છે એટલે કે, એક મહિનામાં કુલ 45,403 લોકોનો જીવ ગયા છે. પહેલી માર્ચે આ સંખ્યા માત્ર 5,770 હતી.