બોટાદઃ રાજ્યમાં કોરોના સંક્રમણ બેકાબૂ બન્યું છે. જેના કારણે ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. ખાસ કરીને અમદાવાદ જેવા મહાગરોની સ્થિતિ કફોડી થઇ રહી છે. રાજ્યના અનેક શહેરો અને ગામડાઓએ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી છે. રાજ્યમાં ઘણી જગ્યાઓ પર વેપારો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરાઈ છે. જેથી બજારો અને માર્કેટો બંધ થયા છે. આ દરમિયાન બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખના માતાનું કોરોનાથી મોત થયું છે.
મળતી વિગત પ્રમાણે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભાઈ વાઘેલાના માતા લીલાબા વાઘેલાનું સારવાર દરમિયાન મોત થયું છે. કોરોના પોઝિટિવ આવતા ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવતી હતી. ગઈકાલથી તબિયત વધુ ખરાબ થતાં આજે બપોરે એક વાગ્યે તેમનું મોત થયું હતું.
મંગળવારે રાજ્યમાં પ્રથમ વખત 12,206 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 121 લોકોનાં મૃત્યુ થયા હતા. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5615 પર પહોંચી ગયો છે. રાજ્યમાં આજે 4339 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,46,063 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 76 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 76500 પર પહોંચ્યો છે. જેમાંથી 353 લોકો વેન્ટિલેટર પર અને 76147 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 80.82 ટકા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 90,34,309 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 15,56,285 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,05,90,594 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.
ગુજરાતમાં છેલ્લા 19 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
નોંધાયેલા કેસ |
મોત |
20 એપ્રિલ | 12206 | 121 |
19 એપ્રિલ | 11403 | 117 |
18 એપ્રિલ | 10340 | 110 |
17 એપ્રિલ | 9541 | 97 |
16 એપ્રિલ | 8920 | 94 |
15 એપ્રિલ | 8152 | 81 |
14 એપ્રિલ | 7410 | 73 |
13 એપ્રિલ | 6690 | 67 |
12 એપ્રિલ |
6021 |
55 |
11 એપ્રિલ |
5469 |
54 |
10 એપ્રિલ |
5011 |
49 |
9 એપ્રિલ |
4541 |
42 |
8 એપ્રિલ |
4021 |
35 |
7 એપ્રિલ |
3575 |
22 |
6 એપ્રિલ |
3280 |
17 |
5 એપ્રિલ |
3160 |
15 |
4 એપ્રિલ |
2875 |
14 |
3 એપ્રિલ |
2815 |
13 |
2 એપ્રિલ |
2640 |
11 |
1 એપ્રિલ |
2410 |
9 |
કુલ કેસ અને મોત |
120534 |
1096 |
મધ્ય ગુજરાતના આ જિલ્લાના 27 ગામોએ કરી લોકડાઉનની જાહેરાત, જાણો વિગત