દાહોદ : રાજ્યમાં કોરોના સંક્રમણ (Gujarat Corona Cases) બેકાબૂ બન્યું છે. જેના કારણે ત્યારે ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. ખાસ કરીને અમદાવાદ જેવા મહાગરોની સ્થિતિ કફોડી થઇ રહી છે. રાજ્યના અનેક શહેરો અને ગામડાઓએ સ્વૈચ્છિક લોકડાઉનની (Self Lockdown) જાહેરાત કરી છે. રાજ્યમાં ઘણી જગ્યાઓ પર વેપારો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરાઈ છે. જેથી બજારો અને માર્કેટો બંધ થયા છે. 


દાહોદ જિલ્લામાં વધતાં કોરોના સંક્રમણના પગલે ગામડાઓ પણ સતર્ક બન્યાછે. ઝાલોદ તાલુકાના લીમડી સહિત 27 ગામોમાં સ્વયંભૂ લોકડાઉન લગાવાશે. ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા ગામડાના ગ્રામપંચાયતના સરપંચે મળી નિર્ણય લીધો છે. જે મુજબ 25 એપ્રિલથી 1 મે સુધી ગામડાઓમાં લોકડાઉન લાગશે.


ગુજરાતમાં કેટલો થયો મૃત્યુઆંક


મંગળવારે રાજ્યમાં પ્રથમ વખત 12,206 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 121 લોકોનાં મૃત્યુ થયા હતા. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5615 પર પહોંચી ગયો છે.   રાજ્યમાં આજે 4339 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,46,063 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 76 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 76500 પર પહોંચ્યો છે. જેમાંથી 353 લોકો વેન્ટિલેટર પર અને 76147 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 80.82 ટકા છે. 


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,95,041 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2023 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,67,457 લોકો ઠીક પણ થયા છે. 


કુલ કેસ-  એક કરોડ 56 લાખ 16 હજાર 130


કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 32 લાખ 76 હજાર 039


કુલ એક્ટિવ કેસ - 21 લાખ 57 હજાર 538


કુલ મોત - 1 લાખ 82 હજાર 553


 13 કરોડથી વધારેને રસી અપાઈ


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 13 કરોડ 01 લાખ 19 હજાર 310 ડોઝ આપવામાં આવ્યા છે.