ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનો પ્રકોપ યથાવત છે. ગુજરાતમાં આજે કોરોનાના 1212 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે વધુ 14 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2883 પર પહોંચ્યો છે. જ્યારે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 85678 થઈ ગઈ છે.
રાજ્યમાં આજે 980 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 80 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 67277 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. હાલ 14538 એક્ટિવ કેસ છે, જેમાંથી 85 દર્દી વેન્ટીલેટર પર છે અને 14453 લોકો સ્ટેબલ છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, સુરતમાં 3, જુનાગઢ -2, કચ્છ, 1, પાટણ 1, વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 14 લોકોના મોત થયા છે.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 166, અમદાવાદ કોર્પોરેશનમાં 157, વડોદરા કોર્પોરેશનમાં 94, જામનગર કોર્પોરેશન 72,સુરતમાં 72, અમરેલી - 67, રાજકોટ કોર્પોરેશનમાં 64, પંચમહાલ 36, ભાવનગર કોર્પોરેશનમાં 35, રાજકોટ-35, ભરુચ-32, વડોદરા-28, મહેસાણા-26, કચ્છ-24, ભાવનગર-23, અમદાવાદ-22, ગીર સોમનાથ-18, આણંદ-16, બનાસકાંઠા-16, જુનાગઢ-16, જુનાગઢ કોર્પોરેશન-16, મોરબી-16, દાહોદ-14, ગાંધીનગર-14, ગાંધીનગર કોર્પોરેશન-13, પાટણ-13, દેવભુમિ દ્વારકા-10, પોરબંદર- 10, ખેડા-9, નર્મદા-9, સુરેન્દ્રનગર-9, તાપી-9, જામનગર-8, મહીસાગર-8, બોટાદ-7, નવસારી-7, સાબરકાંઠા-7, વલસાડ-6, અરવલ્લી-3, છોટા ઉદેપુર-3, ડાંગ-2 કેસ નોંધાયા છે.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 980 દર્દી સાજા થયા હતા અને 75,258 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 16,95,325 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
Coronavirus: રાજ્યમાં આજે 1212 નવા કેસ નોંધાયા, વધુ 14 લોકોના મોત, સંક્રમિતોની સંખ્યા 85 હજારને પાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Aug 2020 08:18 PM (IST)
રાજ્યમાં આજે 980 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 80 ટકા પર પહોંચ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -