ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનો પ્રકોપ યથાવત છે. ગુજરાતમાં આજે કોરોનાના 1101 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે વધુ 14 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2897 પર પહોંચ્યો છે. જ્યારે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 86779 થઈ ગઈ છે.

રાજ્યમાં આજે 972 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 80 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 69229 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. હાલ 14653 એક્ટિવ કેસ છે, જેમાંથી 79 દર્દી વેન્ટીલેટર પર છે અને 14574 લોકો સ્ટેબલ છે.

ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશનમાં 3, જુનાગઢ -2, સુરતમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 1 અને વડોદરા કોર્પોરેશમાં 1 મળી કુલ 14 લોકોના મોત થયા છે.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 162, અમદાવાદ કોર્પોરેશનમાં 153, વડોદરા કોર્પોરેશનમાં 87, સુરતમાં 86, જામનગર કોર્પોરેશન 76, રાજકોટ કોર્પોરેશનમાં 63, રાજકોટ 36, કચ્છ 32, પંચમહાલ 32, વડોદરા 32, ભરુચ-27, ભાવનગર કોર્પોરેશન 25, અમદાવાદ 24, દાહોદ 18, ગીર સોમનાથ 18, બનાસકાંઠા 17, ભાવનગર 16, અમરેલી 15, જુનાગઢ 15, ગાંધીનગર 14, ગાંધીનગર કોર્પોરેશન 14, મહેસાણા 14, જુનાગઢ કોર્પોરેશન 12 કેસ નોંધાયા છે.
આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 972 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને 60,808 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 17,56,133 ટેસ્ટ કરવામાં આવ્યા છે.