ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનો પ્રકોપ યથાવત છે. ગુજરાતમાં આજે કોરોનાના 1096 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે વધુ 20 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2930 પર પહોંચ્યો છે. જ્યારે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 88942 થઈ ગઈ છે.


રાજ્યમાં આજે 1011 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 80.12 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 71261 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. હાલ 14751 એક્ટિવ કેસ છે, જેમાંથી 79 દર્દી વેન્ટીલેટર પર છે અને 14672 લોકો સ્ટેબલ છે.

ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરતમાં 4, સુરત કોર્પોરેશનમાં 3, અમરેલીમાં 2, જુનાગઢમાં 2, ગીર સોમનાથ 1, તાપી 1,ભાવનગર 1, રાજકોટ 1 અને વડોદરા  કોર્પોરેશનમાં 1 મળી કુલ 20 લોકોના મોત થયા છે.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 169, અમદાવાદ કોર્પોરેશનમાં 145, વડોદરા કોર્પોરેશનમાં 90, સુરત 81, જામનગર કોર્પોરેશન 74, રાજકોટ કોર્પોરેશનમાં 66, વડોદરા 32, પંચમહાલ 29, રાજકોટ 29, ભરૂચ 26, કચ્છ 22, ભાવનગર કોર્પોરેશન 21, ગીર સોમનાથ 19, દાહોદ 17, મહેસાણા 17, ગાંધીનગર કોર્પોરેશન 16, ભાવનગર 15, મોરબી 15, પાટણ 15, અમરેલી-ગાંધીનગર-જુનાગઢ-જુનાગઢ કોર્પોરેશન-ખેડા-નર્મદામાં 14-14 કેસ નોંધાયા છે.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1011 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને 72577 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 18,91,775 ટેસ્ટ કરવામાં આવ્યા છે.