Covid 19 Cases: ગુજરાતમાં ફરી એકવાર કોરોનાકાળની શરૂઆત થઇ છે, ફરી એકવાર ગુજરાતને કોરોનાના નવા વેરિએન્ટે ભય હેઠળ લાવી દીધુ છે. હાલમાં જ માહિતી મળી હતી કે, ગુજરાતમાં ગાંધીનગરમાં કોરોનાના નવા વેરિએન્ટથી બે મહિલાઓ સંક્રમિત થઇ છે, જે દક્ષિણ ભારતનો પ્રવાસ કરીને ગુજરાત આવી હતી. આ સાથે જ ગુજરાત સરકાર એલર્ટ મૉડમાં આવી ગઇ છે, પરંતુ આ બધાની વચ્ચે ગુજરાત સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે મોટુ નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે. ઋષિકેશ પટેલનું કહેવું છે કે, કોરોનાથી ગભરાવવાની જરૂર નથી, કેમ કે દુનિયાની તુલનામાં ઓછો સંક્રમક છે. 


ગુજરાત સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે હાલમાં જ એક મોટુ નિવેદન રાજ્યમાં વધી રહેલા કોરોના સંકટની વચ્ચે આપ્યું છે, ઋષિકેશ પટેલે જણાવ્યુ કે, આ વખતે કોરોનાનુ નવું વેરિએન્ટ દુનિયાની તુલનામાં ઓછો સંક્રમક છે, દુનિયાની તુલનામાં ઓછા કેસ છે, આનાથી આજ દિવસ સુધી મૃત્યુ કે ફેલાવો નથી થયો. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આગામી દિવસોમાં વાઇબ્રન્ટ સમિટનું આયોજન થવાનુ છે, ત્યારે તેમને કોરોનાનો લઇને જણાવ્યુ કે વાઇબ્રન્ટ સમિટને આ કોરોના વેરિએન્ટની કોઇ અસર થવાની નથી. ઋષિકેશ પટેલે કહ્યું કે, અત્યારે માત્ર માત્રે સાવધાની રાખવાની વાત છે, 99 ટકા કેસ ઘરે સારવારથી જ સાજા થઈ રહ્યાં છે. વિદેશથી આવતા લોકોમાં લક્ષણ હશે તો તેમને ટેસ્ટ કરાવવાનું કહેવામાં આવશે, સમયે સમયે જે જરૂર લાગશે તે પગલાં લેવામાં આવશે. જ્યમાં છેલ્લા છ મહિનામાં દર મહિને 20 જેટલા કેસ મળ્યા છે.


ઉલ્લેખનીય છે કે, દેશમાં અત્યારે કોરોનાનો નવો લેટેસ્ટ કોરોના જેએન-1 સબ વેરિએન્ટ વાયરસ કેર વર્તાવી રહ્યો છે, દક્ષિણ ભારતમાં કોરોનાથી સંક્રમણ વધવા લાગ્યુ છે. કેરળ સહિતના રાજ્યોમાં સરકારે ખાસ વ્યવસ્થાઓ કરી છે. દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 614 નવા કેસ નોંધાયા છે.


કોરોનાની વાયબ્રન્ટ સમિટ પર અસર નહીં થાય, 25 દેશ પાર્ટનર તરીકે જોડાશેઃ ઋષિકેશ પટેલ


ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ દરમિયાન ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બેઠક બાદ જણાવ્યું, કોરોનાના નવા વેરિયંટથી વાયબ્રન્ટ સમિટને અસર નહીં થાય. કોરોનાના નવા વેરિયંટથી સતર્ક રહેવું જરૂરી છે. કોરોનાનો નવો વેરિયંટ માઈલ્ડ પ્રકારનો છે, ચિંતાજનક નથી. રાજ્યમાં છેલ્લા છ મહિનામાં દર મહિને 20 જેટલા કેસ મળ્યા છે . હાલના સમયમાં માત્ર સાવધાની રાખવાની વાત છે. 99 ટકા કેસ ઘરે સારવારથી જ સાજા થઈ રહ્યા છે. વિદેશથી આવતા લોકોમાં લક્ષણ હશે તો તેમને ટેસ્ટ કરાવવાનું કહેવામાં આવશે. સમયે સમયે જે જરૂર લાગશે તે પગલાં લેવામાં આવશે.


વાયબ્રન્ટ સમિટને લઈ શું કહ્યું ઋષિકેશ પટેલે


ઋષિકેશ પટેલે વાયબ્રન્ટ સમિટને લઈ કહ્યું, સમિટમાં 25 દેશ જોડાશે.72 દેશમાંથી 75 હજાર ડેલિગેટ સામેલ થશે. સરકારે 11 દેશમાં રોડ-શો કર્યા છે. વાયબ્રન્ટ સમિટમાં 25 દેશ પાર્ટનર તરીકે જોડાશે.