ગુજરાતમાં સાજા થવાનો દર 80.12 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 71261 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. હાલ 14751 એક્ટિવ કેસ છે, જેમાંથી 79 દર્દી વેન્ટીલેટર પર છે અને 14672 લોકો સ્ટેબલ છે.
અમદાવાદ કોર્પોરેશનમાં આજે 145 કેસ નોંધાયા હતા. તેની સામે 148 લોકો ડિસ્ચાર્જ થયા હતા. સુરતમાં 81 કેસ નોંધાયા છે જ્યારે 64 દર્દી ડિસ્ચાર્જ થયા છે. સુરત કોર્પોરેશનમાં 169 કેસ નોંધાયા છે, જ્યારે 82 દર્દી ડિસ્ચાર્જ થયા છે. પંચમહાલમાં 29 કેસ નોંધાયા છે જ્યારે 74 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. બનાસકાંઠામાં 11 કેસ નોંધાયા જ્યારે 56 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.