ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. આજે કોરોનાના 1067 નવા કેસ નોંધાયા છે અને વધુ 13 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2910 પર પહોંચ્યો છે. જ્યારે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 87846 થઈ ગઈ છે. રાજ્યમાં આજે 1021 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.


ગુજરાતમાં સાજા થવાનો દર 80 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 70250 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. હાલ 14686 એક્ટિવ કેસ છે, જેમાંથી 75 દર્દી વેન્ટીલેટર પર છે અને 14611 લોકો સ્ટેબલ છે.

સુરત કોર્પોરેશનમાં આજે 159 કેસ નોંધાયા હતા. તેની સામે 116 લોકો ડિસ્ચાર્જ થયા હતા. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 151 કેસ નોંધાયા અને સામે 148 લોકો ડિસ્ચાર્જ થયા હતા. જામનગર કોર્પોરેશમાં 77 કેસ નોંધાયા જ્યારે 50 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. વડોદરા કોર્પોરેશનમાં 88 કેસ નોંધાયા, જ્યારે 53 લોકોને સારવાર બાદ રજા અપાઈ હતી. રાજ્યમાં આજે વિવિધ જિલ્લામાં મળીને કુલ 1021 લોકો ડિસ્ચાર્જ થયા હતા.