ગુજરાતમાં સાજા થવાનો દર 80 ટકા પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 69229 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. હાલ 14653 એક્ટિવ કેસ છે, જેમાંથી 79 દર્દી વેન્ટીલેટર પર છે અને 14574 લોકો સ્ટેબલ છે.
સુરત કોર્પોરેશનમાં આજે 162 કેસ નોંધાયા હતા. તેની સામે 118 લોકો ડિસ્ચાર્જ થયા હતા. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 153 કેસ નોંધાયા અને સામે 158 લોકો ડિસ્ચાર્જ થયા હતા. રાજ્યમાં આજે વિવિધ જિલ્લામાં મળીને કુલ 972 લોકો ડિસ્ચાર્જ થયા હતા.