ગાંધીનગર: શિક્ષણ વિભાગ દ્વારા કોમન એકેડેમિક કેલેન્ડર  જાહેર કરવામાં આવ્યું છે. મેડિકલ અને ફાર્મસી સિવાય ના વિભાગ માટે કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ 6 નવેમ્બરથી 18 નવેમ્બર દિવાળી વેકેશન રહેશે. આમ 13 દિવસનું દિવાળી વેકેશન રહેશે. નવું શૈક્ષણિક વર્ષ 1 જુલાઈ 2021 સુધી શરૂ કરવાનું રહેશે

UG, PG, GTU અને પ્રોફેશનલ કોર્સ પૂર્ણ કરવા બાબતે તારીખો જાહેર કરવામાં આવી છે. જે મુજબ 1 ડિસેમ્બર 2020 થી લઈ 1 ઓગસ્ટ સુધી તબક્કાવાર કોર્સ પૂર્ણ કરવાના રહેશે. જરૂર પડે ઓનલાઇન ઓફલાઇન કલાસ કરવા અને એજ પદ્ધતિથી પરીક્ષા લેવા પણ સૂચન કરાયું છે.

પ્રાયોગિક કાર્યો 15 ઓક્ટોબર બાદ શરૂ કરી શકાશે ,પરંતુ 15 થી 20  વિદ્યાર્થીઓ જ આવી શકશે. વિદ્યાર્થીઓ માટે આંતરિક મૂલ્યાંકન ફરજિયાત છે પણ આંતરિક પરીક્ષા લેવાની રહેશે નહીં. સેમેસ્ટર પદ્ધતિના માળખામાં આંતરિક અને યુનિવર્સિટી પરીક્ષાના ગુણનું પ્રમાણ 30:70 રાખવામાં આવ્યું છે. જે યુનિવર્સિટીએ આંતરિક પરીક્ષા લઈ લીધી છે તેમણે તે મુજબ મૂલ્યાંકન કરવાનું રહેશે.



વિદ્યાર્થીઓ અને વિભાગોએ કોવિડ-19 ગાઇડલાઇનનું પાલન કરવું પડશે. જે વિષય-વિદ્યાશાખામાં કાઉન્સિલ બોર્ડના નિયમો લાગુ પડતાં હોય તે સંદર્ભે પણ કોવિડ-19 ગાઇડલાઇનું પાવન કરાવાનું રહેશે.



ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીઃ કોંગ્રેસે 5 ઉમેદવાર કર્યા જાહેર, જાણો કઈ બેઠક પર કોની સામે જામશે જંગ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે બે દિવસના ગુજરાત પ્રવાસે, જાણો શું છે કાર્યક્રમ






Education Loan Information:

Calculate Education Loan EMI