ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. શાહ ૧૭ ઓક્ટોબરના રોજ ગુજરાત આવશે. લોકડાઉન બાદ અમિત શાહ પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.


૧૭ ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. જેને લઈ તેઓ માતાજીના આશીર્વાદ લેવા આવી રહ્યા છે. નવરાત્રિના પ્રથમ દિવસે તેઓ અમદાવાદ આવશે. જ્યારે બીજા દિવસે માણસા ખાતે કુળદેવી બહુચર માતાના આશીર્વાદ લઈ આરતી કરશે.

અમિત શાહનો આ પ્રવાસ રાજ્યમાં આઠ સીટ પર યોજાનારી પેટા ચૂંટણીને લઈ પણ સૂચક માનવામાં આવી રહ્યો છે. બે દિવસની મુલાકાત દરમિયાન ચૂંટણી જીતવા અંગે તેઓ કાર્યકરો, નેતાઓને માર્ગદર્શન આપી શકે છે.

પારલેજીએ TV ચેનલ પર એડ આપવાને લઈ શું લીધો મોટો નિર્ણય, જાણો વિગતે

વિરાટ-અનુષ્કા બાદ હવે ઝહીર-સાગરિકા પણ આપશે ગુડ ન્યૂઝ, પ્રેગ્નેન્ટ છે સાગરિકા ઘાટગે!

Coronavirus: ભાજપ શાસિત આ રાજ્યના મુખ્યમંત્રી થયા કોરોનાથી સંક્રમિત, ટ્વિટ કરીને ખુદ આપી જાણકારી, જાણો વિગત