અમદાવાદઃ શહેરની એક ખાનગી સંસ્થાએ રાજ્યના 2200 શિક્ષકોને લઈને હાલની શિક્ષણ વ્યવસ્થાને લઈને સર્વે કર્યો છે. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ખાનગી સંસ્થાએ કરેલા સર્વેમાં 85 ટકા શિક્ષકોનું એવુ માનવું છે કે જ્યાં સુધી કોરોનાની વેક્સીન ન આવે ત્યા સુધી ફિઝિકલી રીતે સ્કૂલે જઈ શકાય નહી.

તો કોરોના કાળમાં હાલ શિક્ષણની વ્યવસ્થા ઓનલાઈન થઈ ચુકી છે અને કેટલાક શિક્ષકો ઓનલાઈન અભ્યાસથી સંતુષ્ટ જણાઈ રહ્યા છે. સર્વેમાં એવુ પણ બહાર આવ્યું છે કેઓનલાઈન શિક્ષણના કારણે જ શિક્ષકો અપગ્રેડ થયા છે અને 40 વર્ષથી વધુના શિક્ષકો ટેક્નોલોજીનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને ભણાવા માટે સક્ષમ પણ થયા છે.

આ સર્વેમાં જે શિક્ષકો દ્વારા ભાગ લેવામાં આવ્યો છે તેમના દ્વારા પણ જણવામાં આવ્યું હતું કે, જ્યાં સુધી કોરોનાની વેકસીન નહીં શોધાઈ ત્યાં સુધી ફિઝિકલ એજ્યુકેશન હિતાવહ નથી. સાથે જ હાલ જે શિક્ષણ વયસ્થા ચાલી રહી છે તેના કારણે તેઓ પોતાના કામ સાથે પરિવારીક કામો પણ કરી શકે છે.

આ સર્વેમાં એવું પણ બહાર આવ્યું છે કે, રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં લો ઈન્ટરનેટ કનેક્ટિવિટીના કારણે ઓનલાઈન શિક્ષણ નથી થઈ શકતું. પરંતુ, શિક્ષકો દ્વારા પોતાના મોબાઈલ કે કમ્પ્યૂટરમાં લેક્ચર વિડીયો બનાવી વિદ્યાર્થીઓને વ્હોટ્સએપ અથવા ઇ-મેલ દ્વારા પણ મોકલવામાં આવે છે.

વિરાટ-અનુષ્કા બાદ હવે ઝહીર-સાગરિકા પણ આપશે ગુડ ન્યૂઝ, પ્રેગ્નેન્ટ છે સાગરિકા ઘાટગે!

તમિલની આ જાણીતી એક્ટ્રેસ કોંગ્રેસ છોડીને ભાજપમાં થઈ સામેલ, સોનિયા ગાંધીને પત્ર લખીને કરી હતી આ વાત






Education Loan Information:

Calculate Education Loan EMI