Gujarat Election 2022 : ગુજરાતમાં ભાજપ દ્વારા ઉમેદવારી પસંદગી પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે, ત્યારે સાબરકાંઠામાં સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા માટે હોબાળો થયો હતો. દાવેદારી નોંધાવા આવેલ દાવેદાર અને સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો. આખરે દરવાજે સાંકળ બાંધી દરવાજો બંધ કરાયો.


Gujarat Election 2022 : રાજકોટ ગ્રામ્યના ભાજપના અગ્રણીએ હોબાળો કર્યો
રાજકોટઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. આજે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ છે. બીજા દિવસે રાજકોટ ગ્રામ્યના ભાજપના અગ્રણીએ હોબાળો કર્યો હતો. કોટડા સાંગાણીના વિનુભાઈ ઠુમ્મરે કહ્યું મને ઉપર જવા દેતા નથી. હું સિનિયર અગ્રણી છું. સેન્સ પ્રક્રિયા દરમિયાન આવા પણ દ્રશ્યો જોવા મળ્યા.


જિલ્લા ભાજપ મહામંત્રી વિનુ ઠુમ્મરે કરી બોલાચાલી હતી. શહેર તેમજ ગ્રામ્યના આગેવાનો સાથે કરી બોલાચાલી . અપેક્ષિત ન હોવા છતાં સેન્સ પ્રક્રિયા માં જવા માંગતા હતા જિલ્લા ભાજપ મહામંત્રી. સેન્સ પ્રક્રિયામાં જવા દેવામાં ન આવતા થઈ માથાકૂટ.


Gujarat Election 2022 : હાર્દિક પટેલ કઈ બેઠક પરથી ભાજપમાંથી નોંધાવી દાવેદારી?


Gujarat Election 2022 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. આજે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ છે. બીજા દિવસે અમદાવાદ જિલ્લોની સેન્સ પ્રક્રિયાની વાત કરીએ તો વિરમગામ અને સાણંદ બેઠકની સેન્સ લેવામાં આવી હતી. નોંધનીય છે કે, વિરમગામ બેઠક કોંગ્રેસના કબ્જામાં છે. 


આ બેઠક પર હાર્દિક પટેલે દાવેદારી નોંધાવી છે. હાર્દિક પટેલના સમર્થકોએ હાર્દિકના નામની દાવેદારી નોંધાવી છે. દાવેદારી નોંધાવવા હાર્દિક પટેલ નિરીક્ષકો સમક્ષ ના આવ્યા. વિશ્વહિન્દુ પરિષદના સાંસ્કૃતિક સેલના નેશનલ પ્રેસિડેન્ટે ટિકિટ માંગી છે. વિરમગામ બેઠક પરથી દિવ્યા પટેલે ટિકિટ માંગી છે. વ્હીલચેર ક્રિકેટ એસોસિયેશનના ડાયરેકટર પણ દિવ્યા પટેલ છે. ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર છે દિવ્યા પટેલ . હું અમારા સમાજમાં વર્ચસ્વ ધરાવું છું. ભાજપ સાથે ઘણા વર્ષોથી સંકળાયેલી છું. ખેડૂત સમાજમાં પણ મારું વર્ચસ્વ છે, તેમ દિવ્યા પટેલે કહ્યું હતું. 


વિરમગામમાં પૂર્વ ધારાસભ્ય પ્રાગજી પટેલ , તેજશ્રી પટેલ દાવેદારી કરી શકે છે. હાલમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હાર્દિક પટેલ પણ દાવેદારી કરી શકે છે.  પાટીદાર આંદોલનનો ચેહરો રહેલા વરુણ પટેલ અને ચિરાગ પટેલ પણ દાવેદારી કરી શકે છે. તેજશ્રીબેન પટેલ અને ચિરાગ પટેલ દાવેદારી કરવા પહોંચ્યા છે. 


Gujarat Election 2022 : રાજકોટ પશ્ચિમ બેઠક પર પૂર્વ CM વિજય રૂપાણીનું નામ દાવેદારોના લિસ્ટમાં નહીં


Gujarat Election 2022 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ ભાજપની સેન્સને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ પશ્ચિમ બેઠક પર પૂર્વ CM વિજય રૂપાણીનું નામ દાવેદારોના લિસ્ટમાં નહીં. વિજય રૂપાણી પશ્ચિમ બેઠકમાં ભાજપના વર્તમાન MLA છે. વિજય રૂપાણીનું નામ સમર્થકો દ્વારા નિરીક્ષકો સમક્ષ મુકાય તેવી શક્યતા છે.