GUJARART : દેશમાં ઉત્તરપ્રદેશ, પંજાબ, ગોવા, મણિપૂર અને ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે સૌની નજર આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી અને હિમાચલપ્રદેશ વિધાનસભા ચૂંટણી પર છે.  ગુજરાત વિધાનસભા ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાશે એવી ચર્ચાઓ થઇ રહી છે, જો કે આ તમામ બાબતો વચ્ચે ચૂંટણીના સમય અંગે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનું નિવેદન સામે આવ્યું છે.


શું કહ્યું સી.આર. પાટીલે 
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલા યોજાશે કે નહીં આ પ્રશ્નના જવાબમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે એક નિવેદન આપ્યું છે. નિવેદનમાં એમણે કહ્યું કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલા નહીં પણ સમયસર જ યોજાશે. તેમણે કહ્યું કે ગુજરાતમાં વહેલા ચૂંટણી યોજવા માટે તેમણે કોઈ રજૂઆત કરી નથી. એટલે કે હાલ ભાજપ ઇચ્છતું નથી કે ગુજરાત વિધાનસભા ચૂંટણી તેના નિર્ધારિત કે સૂચિત સમય પહેલા વહેલા યોજાય.


વડાપ્રધાન મોદીએ કહ્યું "કામે લાગી જાવ"
ગઈકાલે વડાપ્રધાન મોદીએ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમાં ખાતે ભાજપના 400 જેટલા પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને આવનારી ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે માર્ગદર્શન આપ્યું હતું.  ચાર રાજ્યોની વિધાનસભામાં ભાજપના જીત બાદ ગુજરાત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બપોરે કમલમ ખાતે ભાજપના સાસંદો, ધારાસભ્યો, પ્રદેશ સંગઠનના હોદ્દેદોરો સાથે બેઠક યોજી હતી. લગભગ 40 મિનિટના સંબોધનમાં તેમણે કર્યુ કે , ટેકનોલોજીનો ઉપયોગ જરૂર કરો પરંતુ, સોશિયલ મિડીયામાં માત્ર ફોટા, યોજનાની વિગતો મૂક્યે સંતોષ ન માનો. નાગરીકો વચ્ચે જાઓ. રાજનીતિ ફક્ત ચૂંટણીલક્ષી નહિ પણ એક બહોળા દ્રષ્ટીકોણ સાથે કાર્ય કરતા હોય તેવી હોવી જોઈએ.