Gujarat Election 2022: 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે સોમવારે નોમિનેશનનો છેલ્લો દિવસ હતો. 182 સભ્યોની ગુજરાત વિધાનસભા માટે 1 ડિસેમ્બરે 89 બેઠકો પર મતદાન થવાનું છે. નોમિનેશનના છેલ્લા દિવસે અમરેલી બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પરેશ ધાનાણીના  નોમિનેશનમાં વાહનોનો કાફલો નહોતો જોવા મળ્યો. કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી તેમની પત્ની સાથે સ્કૂટર પર ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા.




ધાનાણી ટુ વ્હીલર પર શહેરમાં ફરે છે


પરેશ ધાનાણી ટુ-વ્હીલર પર શહેરમાં ફરવા માટે જાણીતા છે. તેઓ અનેક વખત શહેરમાં રસ્તાની બાજુની દુકાનોમાં ચા બનાવતા અને પીતા  જોવા મળે છે. સામાન્ય માણસની જેમ પરેશ ધાનાણી શહેરમાં એક્ટિવા લઈને ફરતા ઘણી વખત જોવા મળે છે.  પરેશ ધાનાણી ગુજરાત રાજ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે. ધાનાણી 2002, 2012 અને 2017માં અમરેલી બેઠક પરથી જીતી ચૂક્યા છે અને હવે તેઓ ચોથી વખત અહીંથી જીતવાની તૈયારી કરી રહ્યા છે.


મનસુખ કાલરીયા પણ ટુ વ્હીલર દ્વારા આવી પહોંચ્યા હતા


રાજકોટ (પશ્ચિમ) વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મનસુખ કાલરીયા પણ પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે ટુ-વ્હીલરમાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ગુજરાતમાં 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે.  આ સાથે જ તમામ પક્ષોએ ચૂંટણી પ્રચાર અને સંચાલનમાં પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ભાજપ વતી પીએમ નરેન્દ્ર મોદીએ પોતે ચૂંટણી પ્રચારની કમાન સંભાળી છે. કોંગ્રેસ પણ 27 વર્ષ બાદ સત્તામાં પાછા ફરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે, પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં બે મોટી રેલીઓને સંબોધિત કરશે, જ્યારે આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ ગુજરાતની અવારનવાર મુલાકાત લઈ રહ્યા છે. ગુજરાત ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે આવશે.


કોંગ્રેસ દ્વારા પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી


 ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કેમ્પેન કમિટીના ચેર પર્સન બન્યાં છે. પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાતમાં કોંગ્રેસનો પ્રચાર કરશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી રૂપેશ બઘેલ પણ સભાઓ ગજવશે.


કોંગ્રેસના સ્ટાર પ્રચારકોનું લિસ્ટ




    • મલ્લિકાર્જુન ખડગે

    • સોનિયા ગાંધી

    • રાહુલ ગાંધી

    • પ્રિયંકા ગાંધી વાડ્રા

    • અશોક ગેહલોત

    • ભુપેશ બઘેલ

    • રમેશ સી

    • દિગ્વિજય સિંહ

    • કમલનાથ

    • ભુપેન્દ્ર સિંહ હુડ્ડા

    • અશોક ચવાણ

    • તારીક અનવર

    • બી.કે હરિપ્રસાદ

    • મોહન પ્રકાશ

    • શક્તિસિંહ ગોહિલ

    • રઘુ શર્મા

    • જગદીશ ઠાકોર

    • સુખરામ રાઠવા

    • સચિન પાયલટ

    • શિવાજીરાવ મોઘે

    • ભરતસિંહ સોલંકી

    • અર્જુન મોઢવાડિયા

    • સિદ્ધાર્થ પટેલ

    • અમિત ચાવડા

    • નારણભાઈ રાઠવા

    • જિગ્નેશ મેવાણી

    • પવન ખેરા

    • ઈમરાન પ્રતાપગઢી

    • કનૈયા કુમાર

    • કાંતિલાલ ભુરિયા

    • નસીમ ખાન

    • પરેશ ધાનાણી

    • વિરેન્દ્ર સિહ રાઠોડ

    • ઉષા નાયડુ

    • રામક્રિષ્ન ઓઝા

    • બી એમ સંદીપ

    • અનંત પટેલ

    • અમરિંદર સિંહ

    • ઈન્દ્રવિજયસિંહ ગોહિલ