Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ તમામ રાજકીય પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હાલોલમાં ભવ્ય રોડ શો કર્યો છે. આ રોડશોમાં મોટાપાયે લોકો ઉમટી પડ્યા હતા.  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઝંપલાવ્યું છે. આમ આદમી પાર્ટી ભાજપના ગઢને જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે.


દિલ્હીના મુખ્યમંત્રી અને આપના કન્વીનર અરવિંદ કેજરીવાલ આજે 20મી નવેમ્બરથી 3 દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ 22મી નવેમ્બર સુધી ચૂંટણી પ્રચાર કરશે. આજે હાલોલમાં અરવિંદ કેજરીવાલ દ્વારા ભવ્ય રોડ શો યોજવામાં આવ્યો હતો.  21મી નવેમ્બરે અમરેલીમાં રોડ શો કરાશે. 22મી નવેમ્બરે બપોરે 2 વાગ્યે ખંભાળિયામાં જાહેરસભા સંબોધીને ઈસુદાન ગઢવીના માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મત માંગશે. બાદમાં સાંજે 5 વાગ્યે સુરતમાં રોડ શો કરીને આપ પ્રમુખ ગોપાલ ઈટાલિયાના સમર્થનમાં રોડ શો કરશે અને સુરતના આપ ઉમેદવારો માટે રાત્રે 9 વાગ્યે જાહેરસભા સંબોધીને મત માગશે.