Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ પીએમ મોદીના પ્રચારનો આજે ત્રીજો દિવસ છે. આજે પીએમ મોદીએ સુરેન્દ્રનગરના દૂધરેજ બાદ ભરૂચના જંબુસરમાં ચૂંટણી સભા સંબોધી. જ્યા તેમણે કહ્યું કોરોનાકાળમાં ભરૂચમાં બનેલી દવાએ દુનિયામાં અનેક લોકોનાજીવ બચાવ્યા છે. એક જમાનામાં ભરૂચ જિલ્લામાં ગરીબોના રાશનકાર્ડ પણ લૂંટી લેવાતા હતા.


પીએમ મોદીના સંબોધનના અંશ



  • ભાજપ વિકાસવાદની રાજનીતિ લઈને આવી છે

  • 20 વર્ષની અંદર ભરૂચ અને ગુજરાત બદલાયું

  • બે દશક પહેલા ભરૂચ જિલ્લામા માથું ઊંચું કરીને ઉભા રહેવું હોય તો ચિંતા થતી હતી

  • અગાઉ વાર તહેવારે તોફાનો થતા હતા

  • 20 વર્ષની અંદર જુદા જુદા ક્ષેત્રોમં ખૂબ વિકાસ થયો

  • ઉદ્યોગોમાં ભરૂચ જિલ્લો આગળ નીકળ્યો

  • બે દશકમાં ભરૂચ જિલ્લામાં ઉદ્યોગોની સંખ્યામાં વધારો

  • ફર્ટીલઇઝર, કેમિકલ, દવાઓની મોટામાં મોટી કંપનીઓ ભરૂચમાં

  • કોંગ્રેસવાળાને ખબર જ નથી કે આદિવાસી શું હોય છે














ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર, રાહુલ ગાંધીના આગમન પહેલાં કોંગ્રેસને શું લાગ્યો ફટકો


ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનને લઈ ચૂંટણી ફોર્મ પાછું ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. આજે કોંગ્રસ નેતા રાહુલ ગાંધી પણ પ્રચાર અર્થે આવી રહ્યા છે. આ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. દેવગઢ બારીયાના એનસીપી ઉમેદવારો ફોર્મ પરત ખેંચ્યું છે. જેને લઈ દેવગઢ બારીયામાં એનસીપી-કોંગ્રેસ ગઠબંધન વચ્ચે સોદાબાજી થઈ હોવાના સંકેત છે. કોંગ્રેસે ગઠબંધનના ભાગરૂપે ઉમેદવાર ઉભો રાખ્યો નહોતો. પરંતુ હવે એનસીપી ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા સોદાબાજી થઈ હોવાની પ્રબળ આશંકા છે. હવે દેવગઢ બારીયામાં ભાજપ, આમ આદમી પાર્ટી અને અપક્ષ વચ્ચે જંગ જામશે.