ગાંધીનગરઃ કોગ્રેસના વરિષ્ઠ નેતા મોહનસિંહ રાઠવાએ રાજીનામું આપ્યું છે. છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ રાજીનામું આપ્યું હતું.  મોહનસિંહ રાઠવાએ જગદીશ ઠાકોરને  રાજીનામુ મોકલી આપ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાંચ વાગ્યે ભાજપમાં જોડાશે.


ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ કોગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોગ્રેસના સૌથી સિનિયર નેતા મોહનસિંહ રાઠવાએ રાજીનામું આપ્યું છે. મોહનસિંહ રાઠવાએ કોગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે.  મોહનસિંહ  રાઠવા 11 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાશે.


મોહનસિંહ પોતાના પુત્રને છોટાઉદેપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડાવવા માંગે છે. છોટાઉદેપુરથી મોહનસિંહના સ્થાને નારાયણ રાઠવા પોતાના પુત્રને ચૂંટણી લડાવવા માંગે છે.  નારાયણ રાઠવા પોતાના પુત્ર સંગ્રામ  રાઠવાને ચૂંટણી લડાવવા માંગે છે.


ભાજપ છોટાઉદેપુર બેઠક પરથી મોહનસિંહના પુત્રને ઉમેદવાર બનાવી શકે છે. મોહનસિંહ ચોથી વિધાનસભા 1972થી ચૂંટાઈ આવે છે. તેઓ કેબિનેટ પ્રધાન તરીકે રહી ચુક્યા છે અને વિરોધપક્ષના નેતા રહી ચૂક્યા છે. તેઓ આદિવાસી વિસ્તારમાં ખુબ જ સારું પ્રભુત્વ ધરાવે છે.

ઉપરાંત તેઓ ઘણી સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ગત વખતની વિધાનસભાની ચૂંટણીમાં મોહનસિંહ રાઠવાએ છોટાઉદેપુરમાંથી ભાજપના જશુભાઈ ભીલુભાઈ રાઠવાને 1093 મતથી હરાવ્યા હતા.  ભાજપના જશુભાઈ રાઠવાનો 74,048 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના મોહનસિંહ રાઠવાને 75,141 મત મળ્યા હતા.


ગુજરાતમાં પક્ષ અને ઉમેદવારોના નામ પર કેટલા કરોડનો રમાશે સટ્ટો


 

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતા રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. આ સાથે કેટલાંક બુકીઓએ પોલીટીકલ સટ્ટાની લાઇન ઓપન કરી છે. જેમાં આજથી ક્યા ઉમેદવારને ટિકિટ મળી શકે છે? તેને લઇ સટ્ટોડિયાઓ પાસે સટ્ટો બુક કરવાનું શરૂ કર્યું છે. આ સટ્ટામાં હાલના મંત્રી મંડળમાં રહેલા ધારાસભ્યોને રિપીટ કરાશે કે નહી? તેમજ ક્યાં સંભવિત નવા ચહેરાને તક મળી શકે છે? તે બાબતો પર સટ્ટો  રમાઇ રહ્યો છે.ગુજરાત વિધાનસભાના જંગમાં પ્રથમવાર ઝંંપલાવી રહેલી આમ આદમી પાર્ટીને કારણે ગુજરાતમાં રાજકીય ગરમાવો છે. માત્ર કોંગ્રેસને જ નહી પણ ભાજપને પણ આમ આદમી પાર્ટીને મળી રહેલા લોકોના પ્રતિભાવને લીધે ચિંતા છે. ત્યારે આ વિધાનસભાની ચૂંટણીમાં ક્યા પક્ષને કેટલી બેઠકો મળશે? ંકઇ બેઠકો ગુમાવવી પડશે? ૅૅહાલના ધારાસભ્યોમાંથી કોની ટિકિટ કપાશે? ૅૅૅજેવી બાબતોની ચર્ચા સૌથી વધારે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીધામ, પાલનપુર, મહેસાણાના ઉંઝાના બુકીઓએ રાજકીય સટ્ટાની નવી લાઇન ખોલી છે. જેમા સટ્ટોડિયાઓ માટે સટ્ટાના પ્રથમ રાઉન્ડમાં ક્યા ઉમેદવારની ટિકિટ કપાઇ શકે છે? ક્યા નવા ઉમેદવારને તક મળી શકે છે? તેને લઇને સટ્ટો શરૂ કર્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સટ્ટોડિયાઓ રૂપિયા ૧૦૦ કરોડથી વધારેનો સટ્ટો રમી શકે છે.  બુકીઓ માને છે કે ક્રિકેટના ટ્રેડીશનલ સટ્ટાથી આ સટ્ટો અલગ છે અને તેને રમનારો વર્ગ અલગ છે.

આમ આદમી પાર્ટીએ જાહેર કર્યુ 12મું લિસ્ટ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આજે આમ આદમી પાર્ટી દ્વારા 12 મી યાદીમાં વધુ સાત ઉમેદવારનો નામ જાહેર કરવામાં આવ્યા છે. અંજારથી અર્જુન રબારી, ચાણસ્માથી વિષ્ણુભાઈ પટેલ, દહેગામથી સુહાગ પંચાલ, લીંબડીથી મયુર સાકરિયા, ફતેપુરાથી ગોવિંદ પરમાર, સયાજીગંજથી શ્વેતલ વ્યાસ અને ઝઘડિયાથી ઉર્મિલા ભગતને ટિકિટ આપવામાં આવી છે.