Gujarat Assembly Election 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થયા બાદ ધીમે ધીમે રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. ઘણા સમાજ પોતાને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે માટે પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન આજે પાટીદાર સંસ્થાઓની બેઠક મળે તે પહેલા જ વિવાદ થયો છે. ખોડલધામ, વિશ્વ ઉમિયાધામ અને સરદાર ધામના આગેવાનો હાજર નહીં રહે. ખોડલધામના નરેશ પટેલ, વિશ્વ ઉમીયાધામના આર પી પટેલ અને સરદાર ધામના ગગજી સુતરિયા હાજર નહીં રહે.


સીદસર ધામના જેરામ પટેલ , ઊંઝા ઉમિયા માતા સંસ્થામાંથી દિલીપ પટેલ , રમેશ દૂધવાળા , પી પી પટેલ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વિશ્વ પાટીદાર ફાઉન્ડેશનના સી કે પટેલ  પણ ઉપસ્થિત રહેશે. મુખ્ય સંસ્થાના આગેવાનો વગરની બેઠકમાં શું ચર્ચા થાય છે તેના પરે સૌની નજર રહેશે. બેઠક પહેલાં મીડિયા સાથે વાત કરતાં પણ પાટીદાર અગ્રણીઓ અચકાઈ રહ્યા હતા.

ગુજરાતમાં પક્ષ અને ઉમેદવારોના નામ પર કેટલા કરોડનો રમાશે સટ્ટો


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતા રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. આ સાથે કેટલાંક બુકીઓએ પોલીટીકલ સટ્ટાની લાઇન ઓપન કરી છે. જેમાં આજથી ક્યા ઉમેદવારને ટિકિટ મળી શકે છે? તેને લઇ સટ્ટોડિયાઓ પાસે સટ્ટો બુક કરવાનું શરૂ કર્યું છે. આ સટ્ટામાં હાલના મંત્રી મંડળમાં રહેલા ધારાસભ્યોને રિપીટ કરાશે કે નહી? તેમજ ક્યાં સંભવિત નવા ચહેરાને તક મળી શકે છે? તે બાબતો પર સટ્ટો  રમાઇ રહ્યો છે.ગુજરાત વિધાનસભાના જંગમાં પ્રથમવાર ઝંંપલાવી રહેલી આમ આદમી પાર્ટીને કારણે ગુજરાતમાં રાજકીય ગરમાવો છે. માત્ર કોંગ્રેસને જ નહી પણ ભાજપને પણ આમ આદમી પાર્ટીને મળી રહેલા લોકોના પ્રતિભાવને લીધે ચિંતા છે. ત્યારે આ વિધાનસભાની ચૂંટણીમાં ક્યા પક્ષને કેટલી બેઠકો મળશે? ંકઇ બેઠકો ગુમાવવી પડશે? ૅૅહાલના ધારાસભ્યોમાંથી કોની ટિકિટ કપાશે? ૅૅૅજેવી બાબતોની ચર્ચા સૌથી વધારે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીધામ, પાલનપુર, મહેસાણાના ઉંઝાના બુકીઓએ રાજકીય સટ્ટાની નવી લાઇન ખોલી છે. જેમા સટ્ટોડિયાઓ માટે સટ્ટાના પ્રથમ રાઉન્ડમાં ક્યા ઉમેદવારની ટિકિટ કપાઇ શકે છે? ક્યા નવા ઉમેદવારને તક મળી શકે છે? તેને લઇને સટ્ટો શરૂ કર્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સટ્ટોડિયાઓ રૂપિયા ૧૦૦ કરોડથી વધારેનો સટ્ટો રમી શકે છે.  બુકીઓ માને છે કે ક્રિકેટના ટ્રેડીશનલ સટ્ટાથી આ સટ્ટો અલગ છે અને તેને રમનારો વર્ગ અલગ છે.