ગાંધીનગર: હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે એબીપી અસ્મિતા સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. જયરામ ઠાકુરે રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. કૉંગ્રેસની રણનીતિ રહી છે કે જ્યારે ચૂંટણી હોય ત્યારે રાહુલ ગાંધીને પ્રચારમાથી દૂર રાખવામાં આવે છે. જ્યારે ચૂંટણી હોય છે ત્યારે પાર્ટીનું નેતૃત્વ બધુ કામ છોડીને પાર્ટીની જીત માટે પ્રયાસ કરતું હોય છે.
આ પહેલી વાર જોવા મળ્યું છે કે હિમાચલ અને ગુજરાતમાં ચૂંટણી છે અને કોંગ્રેસના નેતા યાત્રા પર નીકળ્યા છે. બની શકે કે એમના આવવાથી ચૂંટણીઓમાં કોંગ્રેસને નુકસાન થઈ જાય. કોંગ્રેસ ચૂંટણીને ગંભીરતાથી નથી લઈ રહી. ગુજરાતમાં એક તરફી ચૂંટણીનો માહોલ છે, ક્યાંય કોઈ સામે મુકાબલો જ નથી. બધી બાબતો એક તરફ છે અને નરેન્દ્ર મોદી એક તરફ છે.
ગુજરાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તાકાત આપી છે. ગુજરાતમાં ભાજપની જીત એવી જ થશે કે લોકો ઇતિહાસમાં યાદ રાખશે. હિમાચલમાં આમ આદમી પાર્ટી આવી જ નથી શકી કેમકે હિમાચલમાં તો ઉપર ચડવું પડે છે. પહાડ પર ચડતા ચડતા એમના શ્વાસ ફુલાઈ ગયા એટલે ત્યાંથી ફરી પાછા ગયા. હિમાચલ અને ગુજરાતમાંથી પાર્ટીની ડિપોઝિટ પણ જવાની છે. ભ્રષ્ટાચાર વિરોધી વાત કરવા વાળા પક્ષના નેતાઓ જેલમાં છે. સત્યેન્દ્ર જૈને જેલમાં મસાજ કરાવવું દુર્ભાગ્યપૂર્ણ છે એવી નોબત જ કેમ આવી કે ભ્રષ્ટાચાર આરોપ લાગે અને જેલમાં જવું પડે. દિલ્હીમાં પણ ટિકિટ માટે પૈસા માંગવામાં આવે છે.
પંજાબમાં પણ ત્રણ મહિનાની અંદર એક મંત્રીને સસ્પેન્ડ કરવા પડ્યા છે. પંજાબમાં પણ કાનૂની વ્યવસ્થા ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી એવું કલ્ચર ઊભું કરી રહી છે કે આવનાર સમયમાં મોટું નુકસાન થશે. 8 તારીખે ચૂંટણીના પરિણામોમાં હિમાચલને ગુજરાતમાં ભાજપની જીત થશે.
Gujarat Election 2022: સરદાર પટેલને અપમાનિત કરવા માટે કોંગ્રેસ કોઈ કસર નથી છોડી: અમિત શાહ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ખંભાતમાં જનસભા સંબોધી. જેમાં તેમણે કોંગ્રેસને આડે હાથ લીધી. શાહે કહ્યું, ચૂંટણી આવી એટલે કોંગ્રેસવાળા નવા કપડા સીવડાવીને તૈયાર થઈ ગયા. 1990થી સત્તામાં જ ન હોય તો કામ ક્યાંથી કર્યું, જે પાર્ટી સત્તામાં જ નથી તે કામ ક્યાંથી કરે.
અમિત શાહના સંબોધનના મુખ્ય અંશ
- સમગ્ર વિશ્વમાં ગુજરાતનો વેપાર પહોંચાડવાનો પ્રયાસ કરાયો
- ભાજપ પર ખંભાતનું મોટું ઋણ છે
- ખંભાતવાસીઓ ક્યારેય ભાજપને મત આપવામાં કંજુસી નથી કરતા
- 1995 થી 2022 ખૂબ મોટું પરિવર્તન કરવાનું કામ કર્યું
- સરદાર પટેલને અપમાનિત કરવા માટે કોંગ્રેસ કોઈ કસર નથી છોડી
- સરદાર સાહેબના સન્માનમાં નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવી
- નેહરુ-ગાંધી પરિવારે દેશમાં સરદર પટેલનું નામ ન થાય તેવી કાળજી કરી
- કોંગ્રેસના મોટા મોટા નેતાઓ એસઓય ગયા છે જરા પૂછજો
- સરદાર પટેલના રસ્તે ચાલીને દેશની સુરક્ષા કરવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યુ
- અમારા માટે વોટબેંક નહીં ભારતમાતાની અખંડિતતા મહત્વની
- 1 જાન્યુઆરી 2024એ અયોધ્યામાં રામ મંદિર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકાશે
- નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ધાર્મિક સ્થળોનો વિકાસ થયો
- અમે વોટબેંકથી નથી ડરતાં
- પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઇક અને એયર સ્ટ્રાઇક કરી
- પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો
- ભારતની સીમા અને સેના સાથે છેડછાડ ના કરાય તેનો સંદેશ વિશ્વને આપ્યો
- ભાજપ સરકારે ત્રિપલ તલાકને સમાપ્ત કરી દીધું
- બેટ દ્વારકા અને દ્વારકામાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ચલાવી દીધું
- ભાજપ આ સાફ સફાઈ ચાલુ રાખશે, તમારે ડરવાની જરૂર નથી
- એક વર્ષમાં 250 દિવસ ગુજરાતમાં કર્ફ્યુ રહેતો હતો, ભાજપની સરકારમાં એક દિવસ પણ કર્ફ્યુ નથી
- કોરોનાના સમયમાં પણ કોંગ્રેસે રાજનીતિ કરવાનો પ્રયાસ કર્યો, નરેન્દ્રભાઈએ 230 કરોડ કોરોના રસીના ડોઝ લગાવવાનું કામ કર્યું