Gujarat Election 2022: દિલ્હી મર્ડર કેસની હાલમાં આખા દેશમાં ચર્ચા થઇ રહી છે, જેમ જેમ પોલીસ તપાસમાં આગળ વધી રહી છે, તેમ તેમ નવી નવી કડીઓ કેસની મળતી જાય છે. આરોપી આફતાબ ખતરનાક ચહેરો સામે આવી રહ્યો છે. ગુજરાતમાં અત્યારે ચૂંટણી માહોલ છે અને હવે આ શ્રદ્ધા મર્ડર કેસની એન્ટ્રી ચૂંટણી પ્રચારમાં પણ થવા લાગી છે. ગુજરાતમાં ચૂંટણી સભાઓમાં શ્રદ્ધા મર્ડર કેસનો અવાજ સંભળાઇ રહ્યો છે. 


તાજેતરમાં જ કચ્છની એક સભામાં આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ આ મામલાને ઉઠાવ્યો, એક રેલીમાં તેમને કહ્યું કે, જો દેશમાં તાકાતવર નેતા નહીં હોય તો દરેક શહેરમાં આફતાબ પેદા થશે.


કચ્છની રેલીમાં આસામના મુખ્યમંત્રીએ કહ્યું કે, મોદીને 2024માં ત્રીજીવાર પીએમ બનાવવા જરૂરી છે. જો દેશમાં શક્તિશાળી નેતા નહીં હોય તો, દરેક શહેરમાં આફતાબ પેદા થશે, અને સમાજની રક્ષા નથી થઇ શકે. સરમાએ આ મામલાને પર લવ જેહાદ સાથે જોડતા કહ્યું કે આફતાબ શ્રદ્ધાને મુંબઇમાથી દિલ્હી લાવ્યો અને લવ જેહાદના નામ પર 35 ટુકડા કરી નાંખ્યા, ત્યારબાદ તેની બૉડીને ફ્રિજમાં રાખી અને અન્ય છોકરીઓને ઘરે લાવતો રહ્યો. 


સાક્ષી મહારાજે પણ સાધ્યુ નિશાન
શ્રદ્ધા મર્ડર કેસમાં એક પછી એક નેતાનુ નિવેદન સામે આવી રહ્યું છે, આ મામલો આખા દેશમાં ગુંજી રહ્યો છે, જે રીતે આફતાબે તેની જ પ્રેમિકા શ્રદ્ધાની હત્યા કરીને લાશના ટુકડા કરીને ફેંકી દીધા, તેના પર હવે રાજનીતિ શરૂ થઇ ગઇ છે, આ મામલામાં બીજેપી સાંસદ સાક્ષી મહારાજનુ પણ નિવેદન સામે આવ્યુ છે. તેમને કહ્યું કે, આ મામલા પર પર તેમને કહ્યું કે વિપક્ષને સાંપ સુંઘી ગયો છે કે શું, તથાકથિત સિક્યૂલરિસ્ટ, અરવિંદ કેજરીવાલ, અખિલેશ યાદવ, રાહુલ ગાંધી અને મમતા બેનર્જીમાંથી કોઇ કેમ કંઇ બોલી નથી રહ્યું. 


 


રામ ગોપાલ વર્માએ આ ટ્વીટ શ્રદ્ધા વોકર મર્ડર કેસ પર કર્યું હતું


શ્રદ્ધા વોકર મર્ડર કેસ પર પોતાનો અભિપ્રાય રાખતા બોલિવૂડ ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર અનેક ટ્વિટ કર્યા છે. રામ ગોપાલ વર્માએ પોતાના પહેલા ટ્વીટમાં લખ્યું કે- શાંતિથી આરામ કરવાને બદલે તેને (શ્રદ્ધા વોકર) એક આત્મા તરીકે પરત  આવવું જોઈએ અને તેના (આફતાબ પૂનાવાલા)ના 70 ટુકડા કરી દેવા જોઈએ.


અન્ય એક ટ્વિટમાં રામ ગોપાલ વર્માએ એમ પણ લખ્યું છે કે- આ પ્રકારની ક્રૂર હત્યાઓ માત્ર કાયદાના આધારે રોકી શકાતી નથી. પરંતુ જો એવું થાય કે પીડિતોની આત્મા ધરતી પર પરત ફરે અને તેના હત્યારાઓને મારી નાખે તો ચોક્કસ આવી ક્રૂર હત્યાઓ રોકાઈ શકે છે. આ બાબતે હું ભગવાનને વિનંતી કરું છું કે તે આ અંગે વિચાર કરે અને જરૂરી પગલાં લે. આ ટ્વિટ દ્વારા રામ ગોપાલ વર્માએ શ્રદ્ધા વોકરના હત્યારા આફતાબ પૂનાવાલા સામે પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે.